PM મોદીએ આપી મહાત્મા ગાંધી અને લાલ બહાદૂર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ, જાણો ખાસ વાતો
Mahatma Gandhi, Lal Bahadur Shastri: આજે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે. આ સાથે દેશના પૂર્વ વડાપ્રધા લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી બાપુ અને શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ આપી હતી.
વડાપ્રધાન મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું કે, તમામ દેશવાસીઓ વતી પૂજ્ય બાપુને તેમની જન્મજયંતિ પર શત શત વંદન. સત્ય, સદભાવ અને સમાનતા પર આધારિત તેમના જીવન અને આદર્શ દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણા આપતું રહેશે.
આજે દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ છે. લાલ બહાદુર શાસ્ત્રીજીને યાદ કરતાં વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું કે, પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જન્મજયંતિ પર દેશના સૈનિકો, ખેડૂતો અને આત્મસન્માન માટે પોતાનું જીવન સમર્પિત કરનારને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે રાજઘાટ પહોંચ્યા હતા, અને મહાત્મા ગાંધીને જન્મજયંતિ પર પુષ્પ અર્પણ કર્યા હતા. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગાંધી જયંતિના અવસર પર વડાપ્રધાન મોદી ઝારખંડના હજારીબાગ જઈ રહ્યા છે. આજે વડાપ્રધાન મોદી 83300 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની ભેટ ઝારખંડની જનતાને આપશે. તેઓ ઝારખંડમાં ઘણા પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.
મહાત્મા ગાંધી - મહાત્મા ગાંધીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું, તેમનો જન્મ 2 ઓક્ટોબર, 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો.
ભારતની સ્વતંત્રતા ચળવળનું સફળતાપૂર્વક નેતૃત્વ કરવા અને તેમના અહિંસાના સિદ્ધાંત માટે સમગ્ર વિશ્વમાં મહાત્મા ગાંધીને યાદ કરવામાં આવે છે.
મહાત્મા ગાંધીએ એક બાદ એક અનેક આંદોલનો કરીને બ્રિટિશ સરકારની કમર તોડી નાખી હતી. આઝાદી બાદ 30 જાન્યુઆરી, 1948ના રોજ પ્રાર્થના સભા દરમિયાન નાથુરામ ગોડસે દ્વારા મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
લાલ બહાદુર શાસ્ત્રી - લાલ બહાદુર શાસ્ત્રી દેશના બીજા વડાપ્રધાન હતા, તેમનો જન્મ 2 ઓક્ટોબર, 1904ના રોજ ઉત્તર પ્રદેશના મુગલસરાયમાં થયો હતો, જે હાલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર તરીકે ઓળખાય છે.
પંડિત જવાહરલાલ નેહરુના અવસાન બાદ લાલ બહાદુર શાસ્ત્રી દેશના વડાપ્રધાન બન્યા હતા. શાસ્ત્રીજીનું નિધન 11 જાન્યુઆરી, 1966ના રોજ તાશ્કંદમાં થયું હતું. તેમના મૃત્યુ અંગે આજે પણ રહસ્ય અકબંધ છે.
#WATCH | Delhi: PM Narendra Modi pays tributes to Mahatma Gandhi on the occasion of his birth anniversary, at Rajghat. pic.twitter.com/fKz6Pg3smt
— ANI (@ANI) October 2, 2024












Click it and Unblock the Notifications
