કોરોના કાળમાં વધી પીએમ મોદીની લોકપ્રિયતા, દુનિયાભરમાં સૌથી વધુ સ્વીકાર્ય નેતાઃ સર્વે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રશંસકો માટે વર્ષ 2021ના પહેલા દિવસે સારા સમાચાર છે.
PM Narendra Modi popularity risen among all global leaders: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રશંસકો માટે વર્ષ 2021ના પહેલા દિવસે સારા સમાચાર છે. એક સર્વે મુજબ પીએમ નરેન્દ્ર મોદીની કોરોના વાયરસ કાળમાં લોકપ્રિયતા વધી છે. દુનિયાભરના નેતાઓની તેમના કાર્યકાળમાં સ્વીકૃતિપર નજર રાખનારી ડેટા ફર્મ મૉર્નિંગ કંસલ્ટના સર્વેએ એ વાતનો ખુલાસો કર્યો છે. ડેટા ફર્મ મૉર્નિંગ કંસલ્ટના જણાવ્યા મુજબ પીએમ નરેન્દ્ર મોદી 55 ટકા સ્વીકૃતિ સાથે વિશ્વના નેતાઓમાં સૌથી મોખરાના સ્થાને છે.( Narendra Modi has a net approval rating of 55)

અમેરિકા સ્થિત શોધ ફર્મ મૉર્નિંગ કંસલ્ટે 13 દેશોના નેતાઓ પર આ રિસર્ચ કર્યુ છે જેમાં પીએમ નરેન્દ્ર મોદી સૌથી વધુ સ્વીકાર્ય નેતા બન્યા છે. સર્વે મુજબ પીએમ નરેન્દ્ર મોદીને 75 ટકા લોકોએ સમર્થન આપ્યુ છે. વળી, 20 ટકા લોકોએ સ્વીકાર્ય કર્યા નથી. ત્યારબાદ તેમની કુલ સ્વીકૃતિ રેટિંગ 55 રહી છે. જે દુનિયાના અલગ અલગ નેતાઓમાં સૌથી વધુ છે. મૉર્નિંગ કંસલ્ટના સર્વે જે 13 દેશોના રાજકીય નેતાઓને શામેલ કરવામાં આવ્યા છે તેમાં ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાંસ, જર્મની, ભારત, ઈટલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, બ્રિટન અને અમેરિકા છે.
New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો
મૉર્નિંગ કંસલ્ટના જણાવ્યા મુજબ ભારતમાં સર્વેક્ષણ દરમિયાન નમૂનાનો આકાર 2126 હતો જેમાં ભૂલની સંભાવના 2.2 ટકા છે. જર્મનીના ચાંસેલર એંજેલા મર્કેલની સ્વીકૃતિ રેટિંગ 24 ટકા રહી છે. વળી, રેટિંગમાં મેક્સિકોના રાષ્ટ્રપતિ એંડ્રેસ મેનુઅલ લોપેઝ ઓબ્રેડોર(Andrés Manuel López Obrador) અને ઑસ્ટ્રેલિયાઈ પ્રધાનમંત્રી સ્કૉટ મૉરિસન(Scott Morrison)ની લોકપ્રિયતામાં વધારો જોવા મળ્યો છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ ઓબ્રેડોરને 29 રેટિંગ અને ઑસ્ટ્રેલિયાઈ પ્રધાનમંત્રી સ્કૉટ મૉરિસનને 27 રેટિંગ મળ્યુ છે.












Click it and Unblock the Notifications
