For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીને આજે મળશે ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશીપ અવૉર્ડ

રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે શુક્રવારે(5 માર્ચ) વધુ એક મોટુ સમ્માન મળવાનુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે શુક્રવારે(5 માર્ચ) વધુ એક મોટુ સમ્માન મળવાનુ છે. પીએમ નરેન્દ્ર મોદીને આજે સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશીપ અવૉર્ડથી નવાજવામાં આવશે. પીએમ મોદીને મળનાર આ અવૉર્ડ કેમ્બ્રીજ એનર્જી રિસર્ચ એસોસિએટ્સ વીક(સેરાવીક)નો મહત્વનો પુરસ્કાર છે. પ્રધાનમંત્રી કાર્યાલયે આની માહિતી આપી છે. પીએમ નરેન્દ્ર મોદી આ સમ્માન સમારંભમાં વીડિયો કૉન્ફરન્સ દ્વારા ભાગ પણ લેશે અને તે આ કાર્યક્રમને સંબોધિત પણ કરશે. ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરેન્ટ લીડરશીપ અવૉર્ડની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી. આ ઈન્ટરનેશનલ અવૉર્ડ વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણના ક્ષેત્રમાં પ્રતિબદ્ધ નેતૃત્વ માટે આપવામાં આવે છે.

pm modi

1983માં સેરાવીકની સ્થાપના ડૉક્ટર ડેનિયલ યેરગિને કરી હતી. આની સ્થાપના બાદથી જ દર વર્ષે માર્ચ મહિનામાં હ્યુસ્ટનમાં સેરાવીકનુ આયોજન કરવામાં આવે છે. સેરાવીકની ગણતરી દુનિયાભરના સૌથી મોટા ઉર્જા મંચોમાં થાય છે. કોરોના વાયરસ મહામારીના કારણે આ વર્ષનુ આયોજન ડિજિટલ રીતે એકથી પાંચ માર્ચ વચ્ચે કરવામાં આવી રહ્યુ છે. સેરાવીકનો આજે છેલ્લો દિવસ છે. સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશીપ અવૉર્ડની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી. આ સમ્માન વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણના ક્ષેત્રમાં કરવામાં આવેલ સારા કામો માટે કરવામાં આવે છે. વર્ષ 2021ના અવૉર્ડ માટે પીએમ મોદીને પસંદ કરવામાં આવ્યા છે.

પીએમ મોદી ઉપરાંત આ કાર્યક્રમને અમેરિકાના વિશેષ રાષ્ટ્રપતિ દૂત જૉન કેરી, બ્રેકથ્રૂ એનર્જી બિલ ગેટ્સના સંસ્થાપક અને સઉદી અરામના સીઈઓ અમીન નાસિર, બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ પણ સંબોધિત કરશે. કાર્યક્રમના આયોજકોએ કહ્યુ છે કે અમે દુનિયાના સૌથી મોટા લોકતંત્રની ભૂમિકા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણને જાણવા માટે ઉત્સુક છે. દેશ અને દુનિયાના ભાવિ ઉર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે અને ભારતના નેતૃત્વનો વિસ્તાર કરવાની પોતાની પ્રતિબદ્ધતા માટે અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ પુરસ્કારથી સમ્માનિત કરવા માંગીએ છીએ.

ભારતમાં પહેલાની સરખામણીમાં 'આઝાદી' થઈ ઓછી, જાણો રિપોર્ટભારતમાં પહેલાની સરખામણીમાં 'આઝાદી' થઈ ઓછી, જાણો રિપોર્ટ

English summary
PM Modi receive CERAWeek Global Energy and Environment Leadership Award today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X