
PM મોદીએ લગાવ્યો મનમોહન પર આરોપ, વિપક્ષનું વોકઆઉટ
રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભષ્ટ્રાચાર વિરુદ્ધ લડાઇ રાજનૈતિક નથી. તેમણે કહ્યું કે કેટલાક લોકો ઉછળી ઉછળીને કહી રહ્યા છે કે આતંકવાદીઓ પાસે પણ નવા 2 હજાર રૂપિયાના નોટ મળ્યા છે. પણ જમ્મુ કાશ્મીરમાં જે આંતકીઓએ બેંક લૂંટી હતી તેમને મારવામાં આવ્યા છે. અને નવેમ્બર ડિસેમ્બર દરમિયાન મોટી સંખ્યામાં માઓવાદીઓએ સરેન્ડર કર્યું છે. મોદીએ કહ્યું કે પૂર્વ બ્યૂરોકેટ માધવ ગોડબોલે એક પુસ્તક લખ્યું છે જેમાં 1971માં નાણાં પ્રધાન ઇન્દિરા ગાંધીને તેમણે નોટબંધી કરવાની સલાહ આપી હતી. જે વાતને તેમણે નકારી હતી તેનો ઉલ્લેખ છે. મોદીએ કહ્યું કે પહેલી વાર હોરિઝેન્ટલ ડિવાડર નજર આવ્યું છે. જનતાનો મૂડ રાજનૈતિક લોકોથી બિલકુલ અલગ છે. નોટબંધી પછી જનતા અને સરકાર સાથે છે.
કોંગ્રેસ કર્યું વોકઆઉટ
સદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ ટિપ્પણી કરતા કહ્યું કે બાથરૂમમાં પણ રેનકોટ પહેરીને નાહવાની કલા ખાલી ડોક્ટર સાહેબ જ જાણે છે. કેશલેશ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર મોદીએ કહ્યું કે જે દેશની જનતાને અભણ કહેવામાં આવે છે તે વોટ બટન દબાવીને આપે છે. તેમણે કહ્યું કે આ સમગ્ર વ્યવસ્થાને પૂર્ણ રીતે લાગુ કરવામાં વાર લાગી શકે પણ તેની પાછળનો વિચાર ખોટો નથી. નકારાત્મકતાની સાથે આપણે દેશનો વિકાસ નહીં કરી શકીએ.
જો કે મનમોહન સિંહ પર ટિપ્પણી કરતા કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું. અને પોતાનો આ અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ નેતા આનંદ શર્માનું કહેવું છે કે ડિજિટલને પ્રમોટ કરવામાં આટલો ખર્ચ કેમ કરવામાં આવી રહ્યો છે તો તમને જણાવી દઉં કે ભીમ એપ પર એક રૂપિયો પણ ખર્ચ નથી કરવામાં આવ્યો.
ભારતીય રિર્ઝવ બેંક
પીએમ મોદીએ કહ્યું કે સરકાર અને પાર્ટી પર દોષારોપણ કરો પણ ભારતીય રિર્ઝવ બેંકને આ આખી વાતમાં ખેંચવી અયોગ્ય છે. આવી સંસ્થાઓનું હંમેશા સન્માન કરવું જોઇએ. તેમણે કહ્યું કે આરબીઆઇ ની સ્વતંત્રતાને અમારી સરકારે સૌથી વધુ મહત્વ આપ્યું છે.