Video: PM મોદીએ સાંસદો સાથે પોતાની દિનચર્યા વિશે દિલ ખોલીને કરી વાત, જણાવ્યુ કેટલુ સૂવે છે, ક્યારે જમે છે...

PM Modi Daily Routine: બજેટ સત્ર પૂરુ થવાના એક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક સાંસદો સાથે સરપ્રાઈઝ લંચ કર્યુ હતું. આ સાંસદોને વિશ્વાસ નહોતો થતો કે અચાનક પીએમ મોદી તેમની સાથે કેવી રીતે લંચ કરી રહ્યા છે.

આને 8 સાંસદો માટે ખૂબ જ ખાસ પ્રસંગ ગણાવતા કેન્દ્રીય મંત્રી એલ મુરુગને કહ્યું કે આ સાંસદોએ સંસદની કેન્ટીનમાં પીએમ મોદી સાથે લંચ કર્યું, તેમની સાથે ખીચડી, પનીર, દાળ, તલ, રાગી અને મીઠાઈઓનો સ્વાદ ચાખ્યો. મહત્વની વાત એ છે કે વડાપ્રધાન મોદીએ આ લંચનું બિલ ચૂકવ્યું હતું.

narendra modi

બીજેડી નેતા સસ્મિત પાત્રા, આરએસપી નેતા એનકે પ્રેમચંદ્રન, ટીડીપી નેતા રામ મોહન નાયડુ, બસપા નેતા રિતેશ પાંડે, ભાજપ નેતા હિના ગાવિત, એસ ફેગનૉન કોન્યાક, જમયાંગ સેરિંગ નામ્યાલ અને એલ મુરુગન પણ પીએમ મોદી સાથે લંચમાં હાજરી આપી હતી.

આ લંચ વિશે એલ મુરુગને કહ્યું કે દરેકને આશ્ચર્ય થયું, પરંતુ તે તેનાથી ખુશ પણ હતા. પીએમ મોદીએ લંચ દરમિયાન પોતાની દિનચર્યા વિશે વાત કરી. તેમણે કહ્યું કે તે કઇ કસરત કરે છે, તેમની વિદેશ યાત્રા વિશે પણ વાત કરી, તેમણે કરાંચીમાં તેમની ટ્રીપ વિશેનો અનુભવ પણ શેર કર્યો.

પીએમ મોદીએ અમારી સાથે 45 મિનિટ વિતાવી. અમે તેમની પાસેથી ઘણી પ્રેરણાદાયી બાબતો શીખ્યા. પીએમે કહ્યું કે તેઓ સાડા ત્રણ કલાક સૂઈ જાય છે અને સાંજે 6 વાગ્યા પછી જમતા નથી. પીએમ મોદી સાથે પોતાનો અનુભવ શેર કરતા બીજેપી સાંસદ હિના ગાવિતે કહ્યું કે જ્યારે હું ત્યાં પહોંચી તો અમુક પાર્ટીઓના સાંસદ ત્યાં પહેલાથી જ હાજર હતા.

અમે પીએમને મળ્યા, તેમણે હસીને અમારું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે તેઓ અમને બીજે ક્યાંક લઈ જઈ રહ્યા છે. અમે તેમની સાથે ગયા, તેઓ અમને સાંસદોની કેન્ટીનમાં લઈ ગયા. જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો કેટલાક સાંસદો ત્યાં પહેલેથી જ ભોજન કરી રહ્યા હતા, તેઓ પીએમને ત્યાં જોઈને દંગ રહી ગયા.

ત્યાં પીએમે અમને કહ્યું કે તેમણે અમને લંચ માટે આમંત્રણ આપ્યું છે. આ અમારા માટે આશ્ચર્યજનક હતું, પરંતુ ક્યારેય ન ભૂલાય તેવો હતુ. આ એક અનુભવ હતો જે અમે ક્યારેય ભૂલીશું નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X