For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

30 જૂનથી પીએમ મોદી ફરીથી કરશે ‘મન કી બાત', આ કારણે બંધ થયુ હતુ પ્રસારણ

રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિને 30 જૂનથી ફરીથી એક વાર પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત' સાથે પાછા આવશે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિને 30 જૂનથી ફરીથી એક વાર પોતાના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' સાથે પાછા આવશે. તમને જણાવી દઈએ કે 24 ફેબ્રુઆરીના રોજ લોકસભા ચૂંટણીની ઘોષણા બાદથી પીએમ મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમને બંધ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપના નેતૃત્વવાળી રાજગ ભારે બહુમત સાથે સત્તામાં આવી અને નરેન્દ્ર મોદીએ 30મેના રોજ પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા.

pm modi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના અંતિમ કાર્યકાળમાં કુલ 53 વાર 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા જનતાને સંબોધિત કરી. વળી, ચૂંટણીની ઘોષણા બાદ કાર્યક્રમને બંધ કરીને પીએમ મોદીએ કહ્યુ હતુ કે એક સ્વસ્થ ગણતંત્ર માટે એ જરૂરી છે. પોતાના કમબેકનો ભરોસો વ્યક્ત કરીને મોદીએ કહ્યુ હતુ કે તે મેના અંતિમ રવિવારે પોતાના કાર્યક્રમ સાથે પાછા આવશે.

તમને જણાવી દઈએ કે 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનતા માટે ઘણી ઘોષણાઓ કરે છે તેમજ ફોન દ્વારા જનતાના સવાલોના જવાબ આપે છે. આ કાર્યક્રમ અત્યાર સુધી મહિનાના છેલ્લા રવિવારે હોય છે. આ કાર્યક્રમ હંમેશાથી લોકપ્રિય રહ્યો છે.

આ પણ વાંચોઃ કોના કારણે બદલાઈ ગઈ જિંદગી, મોહમ્મદ શમીએ કર્યો ખુલાસોઆ પણ વાંચોઃ કોના કારણે બદલાઈ ગઈ જિંદગી, મોહમ્મદ શમીએ કર્યો ખુલાસો

English summary
pm modi's mann ki baat will start again from 30 june
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X