For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટ એઈમ્સનુ ખાતમુહૂર્ત કરી PM મોદીએ કહ્યુઃ નવા વર્ષનો નવો મંત્ર, 'દવા પણ કડકાઈ પણ'

પીએમ મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા રાજકોટ એઈમ્સનુ ખાતમુહૂર્ત કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વર્ષના છેલ્લા દિવસે એટલે કે 31 ડિસેમ્બર, 2020એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરીને નવા વર્ષમાં કોરોના વાયરસ સામે લડાઈ માટે નવો મંત્ર આપ્યો છે. પીએમ મોદી વીડિયો કૉન્ફરન્સિંગમાં કહ્યુ કે પહેલા મે કહ્યુ હતુ કે, 'દવા નહિ તો ઢીલાશ નહિ'. આજે હું કહુ છુ કે, 'દવા પણ અને કડકાઈ પણ.' પોતાના સંબોધનમાં પીએમ મોદીએ રાહતના સમાચાર આપીને કહ્યુ કે કોવિડ-19 વેક્સીન ભારતમાં જલ્દી આવવાની છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ ગુજરાતને રાજકોટ એઈમ્સની ભેટ આપી છે. પીએમ મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા રાજકોટ એઈમ્સનુ ખાતમુહૂર્ત કર્યુ છે.

pm modi

Recommended Video

ગુજરાત : પીએમ મોદીએ રાજકોટ AIIMSનું કર્યું ઈ-ખાતમુહૂર્ત

પીએમ મોદીએ કાર્યક્રમમાં ભાગ લઈને કહ્યુ કે વર્ષ 2020 પડકારોથી ભરેલુ રહ્યુ, હવે નવુ વર્ષ દસ્તક આપી રહ્યુ છે. આજે દેશનુ મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરતી વધુ એક કડી જોડાઈ રહી છે. રાજકોટ એઈમ્સના શિલાન્યાસથી ગુજરાત સહિત આખા દેશના આરોગ્ય અને મેડિકલ એજ્યુકેશનને બળ મળશે. પ્રધાનમંત્રીએ આગળ કહ્યુ, વર્ષનો આ અંતિમ દિવસ ભારતના લાખો ડૉક્ટર્સ, હેલ્થ વૉરિયર્સ, સફાઈ કર્મીઓ, દવાની દુકાનોમાં કામ કરતા લોકો અને બીજા ફ્રંટલાઈન કોરોના વૉરિયર્સને યાદ કરવાનો છે. ફરજપથ જે સાથીઓએ પોતાનુ જીવન આપી દીધુ છે તેમને આજે હું સાદર નમન કરુ છુ.

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોરોના વાયરસ સામે નવા વર્ષ માટે નવો મંત્ર આપ્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે કોરોના વાયરસ સામે પહેલા મે કહ્યુ હતુ કે દવા નહિ તો ઢીલાશ નહિ પરંતુ હવે 2021 માટે આપણો નવો મંત્ર 'દવા પણ અને કડકાઈ પણ' હશે. વર્ષ 2020માં સંક્રમણની નિરાશા હતી, ચિંતાઓ હતી, ચારે તરફ સવાલો હતા. પરંતુ 2021 ઈલાજની આશા લઈને આવી રહ્યુ છે. વેક્સીન માટે ભારતમાં દરેક જરૂરી તૈયારીઓ ચાલી રહી છે. ભારતમાં બનેલી વેક્સીન ઝડપથી દરેક લોકો સુદી પહોંચે તેના માટે કોશિશ અંતિમ તબક્કામાં છે.

કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ આયુષ્માન ભારત યોજનાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે આ યોજનાથી ગરીબોને મળતા લાભથી દેશની જનતાને અવગત કરાવ્યા. પીએમ મોદીએ કહ્યુ, 'આયુષ્માન ભારત યોજનાથી ગરીબોના લગભગ 30 હજાર કરોડ રૂપિયા વધુ બચ્યા છે. આ યોજનાએ ગરીબોને કેટલી મોટી આર્થિક ચિંતામાંથી મુક્ત કરાવ્યા છે. ભારત ફ્યુચર ઑફ હેલ્થ અને હેલ્થ ઑફ ફ્યુચર બંનેમાંથી સૌથી મહત્વપૂર્ણ રોલ નિભાવવા જઈ રહ્યુ છે. જ્યાં દુનિયાને મેડિકલ પ્રોફેશનલ્સ પણ મળશે. તેમનો સેવાભાવ પણ મળશે. અહીં દુનિયાને માસ ઈમ્યુનાઈઝેશનનો અનુભવ મળશે અને વિશેષજ્ઞતા પણ મળશે.'

દિલ્લીમાં હાડ ધ્રૂજાવતી ઠંડી, આ રાજ્યોમાં શીત લહેરની એલર્ટદિલ્લીમાં હાડ ધ્રૂજાવતી ઠંડી, આ રાજ્યોમાં શીત લહેરની એલર્ટ

New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

English summary
PM modi said Our mantra for the year 2021 is 'Dawai bhi aur kadaai bhi'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X