For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ સોશિયલ મીડિયા છોડવાના સંકેત બાદ ટ્રેંડ થયુ No Modi No Twitter

પીએમ મોદીના સોશિયલ મીડિયા છોડવાના એલાન બાદ હવે ટ્વિટર પર નો મોદી નો ટ્વિટર ટ્રેંડ થઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે પોતાના એક એલાનથી ઘણા લોકોને ચોંકાવી દીધા. પીએમ મોદીએ જણાવ્યુ કે તે સોશિયલ મીડિયાને છોડવા વિશે વિચારી રહ્યા છે. પીએમ મોદીએ માહિતી આપી કે તે રવિવારે આ વિશે પોસ્ટ કરશે. પીએમ મોદીની માનીએ તો તે ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છોડવા પર વિચાર કરી રહ્યા છે. જેવુ પીએમે આ એલાન કર્યુ કે તેમના ફેન્સમાં ખળભળાટ મચી ગયો અને ટ્વિટર પર તેમને રોકવાની અપીલ કરતા ટૉપિક્સ ટ્રેંડ થવા લાગ્યા.

pm modi

બે લાઈનની ટ્વિટ પર 50,000થી વધુ રિપ્લાય

પીએમ મોદીના એલાન બાદ હવે ટ્વિટર પર નો મોદી નો ટ્વિટર ટ્રેંડ થઈ રહ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે પીએમ મોદી બાદ હવે તેમના ફેન્સ પણ કદાય ટ્વિટર જેવા અમુક સોશિયલ મીડિયા પ્લેટફોર્મને છોડી શકે છે. પીએમ મોદી દુનિયાના અમુક નેતાઓમાંના છે જેમણે સોશિયલ મીડિયા દ્વારા એડમિનિસ્ટ્રિટિવ સિસ્ટમમાં એક નવી શરૂઆત કરી હતી. પીએમ મોદીના આ એલાન સાથે ટ્વિટર પર સૌથી પહેલા નો સર ટ્રેંડ થયુ તો મંગળવારે નો મોદી નો ટ્વિટર ટ્રેંડ થવા લાગ્યુ. પીએમ મોદીએ પોતાના આ ટ્વિટ દ્વારા સોશિયલ મીડિયા છોડવાની વાત કહી હતી. એ બે લાઈનની પોસ્ટ પર 50,000થી વધુ લોકોએ રિપ્લાય કર્યુ.

આ પણ વાંચોઃ PMના ટ્વિટ બાદ અમૃતા ફડણવીસ પણ છોડશે સોશિયલ મીડિયા, કહ્યુ - પોતાના નેતાને અનુસરીશઆ પણ વાંચોઃ PMના ટ્વિટ બાદ અમૃતા ફડણવીસ પણ છોડશે સોશિયલ મીડિયા, કહ્યુ - પોતાના નેતાને અનુસરીશ

English summary
PM Modi says he is leaving social media and No Sir becomes top trends on Twitter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X