પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પર મોર સાથે શેર કર્યો ખાસ વીડિયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. પોતાના આવાસ પર આ વીડિયોમાં પ્રધાનમંત્રી જમીન પર બેસીને મોરને દાણા ખવડાવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી રોજ પોતાના આવાસ પર સવારે યોગ, વ્યાયામ કરે છે. પીએમ આવાસ પર ઘણીવાર મોર આવે છે અને તેમની સાથે પીએમ મોદી પોતાનો સમય પસાર કરે છે. મોર સાથે પોતાની આ પળોનો પ્રધાનમંત્રીએ વીડિયો શેર કર્યો છે. વીડિયો સાથે પ્રધાનમંત્રીએ એક કવિતા પણ શેર કરી છે.

આ વીડિયોમાં પીએમ મોદીની મોર સાથે અલગ અલગ ફોટા છે. ઘણીવાર જ્યારે પ્રધાનમંત્રી સવારે ટહેલવા, વ્યાયામ બાદ મોર સાથે સમય વીતાવે છે, તેને દાણા ખવડાવે છે, તેને જુએ છે એ પળોને ફોટોગ્રાફરે ફોટામાં કેદ કરી છે. આ ફોટા પ્રધાનમંત્રી આવાસમાં અલગ અલગ જગ્યાની છે. પ્રધાનમંત્રી અલગ જગ્યાએ મોર સાથે સમય પસાર કરે છે. પ્રધાનમંત્રી જ્યારે પોતાના આવાસ પર ટહેલવા જાય છે ત્યારે મોર પણ તેમની સાથે ટહેલતો જોઈ શકાય છે.
View this post on InstagramA post shared by Narendra Modi (@narendramodi) on












Click it and Unblock the Notifications
