For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ આજે ડૉક્ટરો, પેરા મેડિકલ સ્ટાફ અને ફ્રંટલાઈન વર્કરો સાથે કરી વાત

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવાર(21 મે)ના રોજ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય ફ્રંટલાઈન આરોગ્યકર્મીઓ સાથે વાત કરી.

|
Google Oneindia Gujarati News

વારાણસીઃ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવાર(21 મે)ના રોજ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય ફ્રંટલાઈન આરોગ્યકર્મીઓ સાથે વાત કરી. 21મેની સવારે લગભગ 11 વાગે વારાણસીના ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય ફ્રંટલાઈન હેલ્થ વર્કર્સ સાથે પીએમ નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ, 'હું કાશીનો એક સેવક હોવાના નાતે દરેક કાશીવાસીનો આભાર માનુ છુ. ખાસ કરીને આપણા ડૉક્ટર્સ, નર્સ અને અન્ય આરોગ્યકર્મીઓએ જે કામ કર્યુ તે પ્રશંસનીય છે. આ વાયરસે આપણા ઘણા સ્વજનોને આપણાથી છીનવી લીધા છે. હું એ સૌને મારી શ્રદ્ધાંજલિ આપુ છુ.'

pm modi

પીએમ મોદીએ કહ્યુ કે કોરોનાની બીજી લહેરમાં આપણે ઘણા મોરચે એક સાથે લડવુ પડી રહ્યુ છે. આ વખતે સંક્રમણ દર પહેલાથી અનેક ગણો વધુ છે અને દર્દીઓને વધુ દિવસ સુધી હોસ્પિટલમાં ભરતી રહેવુ પડી રહ્યુ છે. આ બધાથી આપણી હેલ્થ સિસ્ટમ પર એક સાથે ઘણુ દબાણ પેદા થઈ ગયુ છે. આ દરમિયાન પીએમ મોદીએ વારાણસીના ડૉક્ટરો સાથે વાત કરીને કહ્યુ કે આપણે વારાણસીમાં કોવિડને કંટ્રોલ કરવામાં સફળતા મેળવી છે પરંતુ હજુ ફોકસ વારાણસી અને પૂર્વાંચલના ગામોને બચાવવા પર હોવુ જોઈએ. પીએંમ મોદીએ આ દરમિયાન ડૉક્ટરોને એક નવો મંત્ર આપ્યો. તેમણે કહ્યુ કે હવે આપણે નવો મંત્ર છે જ્યાં બિમાર ત્યાં ઉપચાર.

આ સિદ્ધાંત પર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન બનાવીને જે રીતે તમે શહેર અને ગામોમાં ઘરે ઘરે દવાઓ વહેંચી રહ્યા છે એ બહુ સારી પહેલ છે. આ અભિયાનને ગ્રામીણ વિસ્તારોમાં જેટલુ બની શકે એટલુ વ્યાપક કરવાનુ છે. પીએમ મોદીએ કહ્યુ કે આપણી આ લડાઈમાં હાલમાં બ્લેક ફંગસનો વધુ એક નવો પડકાર સામે આવ્યો છે. આની સામે લડવા માટે જરૂરી સાવચેતી અને વ્યવસ્થા પર ધ્યાન આપવુ જરૂરી છે. આ દરમિયાન પીએમ મોદીએ વારાણસીની વિવિધ હોસ્પિટલોના ડૉક્ટર અને અન્ય સ્ટાફ સાથે વાત કરી. આ હોસ્પિટલોમાં પંડિત રાજન મિશ્રા હોસ્પિટલ પણ શામેલ છે. આ હોસ્પિટલને હાલમાં ડીઆરડીઓ અને સેનાના સંયુક્ત પ્રયાસ દ્વારા બનાવવામાં આવી છે.

English summary
PM Modi talk with doctors, pera medical staff and frontline workers of varansi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X