
જળવાયુ પરિવર્તનના ક્ષેત્રમાં આપેલા યોગદાન માટે પીએમ મોદીને કરવામાં આવશે સમ્માનિત
નવી દિલ્લીઃ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવતા સપ્તાહે એક વાર્ષિક ઉર્જા સંમેલનમાં CERAWeek વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણ નેતૃત્વ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે. CERAWeek કૉન્ફરન્સ 2021માં પીએમ મોદી મુખ્ય ભાષણ પણ આપશે. વર્ચ્યુઅલી યોજાનાર આ કાર્યક્રમનુ આયોજન 1 માર્ચથી 5 માર્ચ વચ્ચે કરવામાં આવશે. કાર્યક્રમના આયોજક આઈએચએસ માર્કિટે શુક્રવારે આ વિશે માહિતી આપી. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શામેલ થનારમાં અમેરિકાના વિશેષ રાષ્ટ્રપતિ દૂત જૉન કેરી, બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ અધ્યક્ષ અને બ્રેકથ્રુ એનર્જી બિલ ગેટ્સના સંસ્થાપક અને સઉદી અરામના સીઈઓ અમીન નાસિર શામેલ છે.
એચઆઈએસ માર્કેટના ઉપાધ્યક્ષ અને સંમેલનના અધ્યક્ષ ડેનિયલ યેર્ગિને કહ્યુ, 'અમે વિશ્વમાં સૌથી મોટા લોકતંત્રના પ્રધાનમંત્રી મોદીના દ્રષ્ટિકોણ માટે તત્પર છે. દેશ અને દુનિયાની ઉર્જાની જરૂરિયાતને પૂરી કરવા માટે સતત વિકાસમાં ભારતનુ નેતૃત્વનો વિસ્તાર કરવા માટે દર્શાવવામાં આવેલી પોતાની પ્રતિબદ્ધતા માટે અમને તેમને સેરાવીક વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણ પુરસ્કાર આપવામાં ખુશી થઈ રહી છે.'
તેમણે આગળ કહ્યુ, 'આર્થિક વિકાસ, ગરીબીમાં કમી અને એક નવી ઉર્જા ભવિષ્યની દિશામાં પોતાનો રસ્તો અપનાવવામાં, ભારત વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણના કેન્દ્રમાં ઉભર્યુ છે અને તેનુ નેતૃત્વ સાર્વભૌમિક ઉર્જા પહોંચ સુનિશ્ચિત કરીને એક સ્થાયી ભવિષ્ય માટે જળવાયુ ઉદ્દેશોને પૂરા કરવા માટે મહત્વપૂર્ણ છે.' ઉલ્લેખનીય છે કે વાર્ષિક આંતરરાષ્ટ્રીય સંમેલન ઉર્જા ઉદ્યોગના નેતાઓ, વિશેષજ્ઞો, સરકારી અધિકારીઓ અને નીતિ નિર્માતાઓ, પ્રૌદ્યોગિકી, નાણાકીય અને ઔદ્યોગિક સમુદાયોના નેતાઓ અને ઉર્જા પ્રૌદ્યોગિકીના ક્ષેત્રાં નવીન શોધ કરનાર લોકોનો એક સમૂહ છે.
CM મમતા બેનર્જી એક્લા, કોંગ્રેસ આવી ચૂંટણી પંચના સમર્થનમાં