પાક સાથે તણાવ વચ્ચે પીએમ મોદી આજે સાઉદી અરબના પ્રવાસ પર થશે રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બે દિવસના પ્રવાસ પર સઉદી અરબ રવાના થઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બે દિવસના પ્રવાસ પર સઉદી અરબ રવાના થઈ રહ્યા છે. આ દરમfયન પીએમ મોદી બંને દેશો વચ્ચે ઉર્જા, નાણા અને તમામ મહત્વના સેક્ટર વચ્ચે સંબંધો મજબૂત કરવાની કોશિશ કરશે. પ્રધાનમંત્રી સઉદી અસરબ સઉદીના કિંગ સલમાન બિન અબ્દુલ અજીજ અલ સઉદના આમંત્રણ પર સઉદી અરબ જઈ રહ્યા છે. સઉદીના પ્રિન્સ આ દરમિયાન પોતાના દેશમાં રૂપે કાર્ડને લૉન્ચ કરશે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી રિયાદમાં ફ્યુચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિએટિવ ફોરમના ત્રીજા સત્રમાં પણ ભાગ લેશે.

pm modi

પ્રધાનમંત્રી આજે રાતે રિયાદ પહોંચશે. માનવામાં આવી રહ્યુ છે કે સઉદીના અમુક મંત્રી અને મહત્વના ગણમાન્ય આ દરમિયાન પીએમ સાથે મુલાકાત કરશે. પીએમ આ દરમિયાન એફઆઈઆઈના વિસ્તૃત સત્રને પણ મંગળવારે સંબોધિત કરશે. ત્યારબાદ મંગળવારે રાતે પીએમ ભારત રવાના થઈ જશે. તમને જણાવી દઈએ કે એફઆઈઆઈને દાઓસ ઈન ડેઝર્ટના નામથી પણ ઓળખવામાં આવે છે... જેની મેજબાની 2017થી રિયાદ કરતુ આવ્યુ છે. આનુ મુખ્ય લક્ષ્ય કિંગડમને આ ક્ષેત્રમાં રોકાણના હબ તરીકે આગળ વધારવાનુ છે.

પીએમમોદીના આ પ્રવાસ દરમિયાન સઉદીના કિંગ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ થશે. આ પ્રવાસ દરમિયાન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલ પર પણ હસ્તાક્ષર કરવામાં આવશે. સાથે જ એક અલગ ડેલીગેશન સ્તરની વાતચીત સઉદીના કિંગ સાથે થશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ડિસેમ્બરના અંતમાં બંને દેશોની વાયુસેના એક્સરસાઈઝ કરશે. પીએમ મોદીની સઉદી અરબ યાત્રા એવા સમય પર થઈ રહી છે જ્યારે ભારતે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370ને ખતમ કરી દીધુ છે અને પાકિસ્તાને ભારત સાથે લગભગ બધા સંબંધો ખતમ કરી દીધા છે. એટલુ જ નહિ તણાવપૂર્ણ સંબંધો વચ્ચે પાકિસ્તાને પીએમ મોદીના સઉદી અરબના પ્રવાસ માટે પીએમને એરસ્પેસ આપવાનો પણ ઈનકાર કરી દીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X