PM મોદી કેરળને આપશે પહેલી વંદે ભારત ટ્રેનની ભેટ, 3200 કરોડની પરિયોજનાઓનો પણ કરશે શિલાન્યાસ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે એટલે કે આજે કેરળની મુલાકાતે છે, જ્યાં તેઓ રાજ્યને પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેટ આપશે. PM મોદી તિરુવનંતપુરમ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવશે.
આ સિવાય તેઓ અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. મંગળવારથી શરૂ થનારી વંદે ભારત એક્સપ્રેસ તિરુવનંતપુરમ અને કાસરગોડ વચ્ચે દોડશે. આ દરમિયાન, વડાપ્રધાનના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાને કારણે કેટલીક ટ્રેનોના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે.

આ ટ્રેન તિરુવનંતપુરમ, કોલ્લમ, કોટ્ટયમ, એર્નાકુલમ, થ્રિસુર, પલક્કડ, પથાનમથિટ્ટા, મલપ્પુરમ, કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ નામના 11 જિલ્લાઓને આવરી લેશે. તમને જણાવી દઈએ કે વંદે ભારત એક્સપ્રેસ સ્વદેશી રીતે નિર્મિત, સેમી-હાઈ સ્પીડ ટ્રેન છે, જે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.
આ સિવાય પીએમ મોદી ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ પણ કરશે. ડિજિટલ સાયન્સ પાર્કમાં AI, ડેટા એનાલિટિક્સ, સાયબર સિક્યુરિટી, સ્માર્ટ મટિરિયલ જેવી સુવિધાઓ હશે.
પીએમ મોદી ભારતની પ્રથમ વૉટર મેટ્રોનુ પણ ઉદ્ઘાટન કરશે. વૉટર મેટ્રો કોચીની આસપાસના 10 ટાપુઓને હાઇબ્રિડ બોટ વડે શહેર સાથે જોડે છે. કોચી વૉટર મેટ્રો ઉપરાંત, ડીંડીગુલ-પલાની-પલક્કડ સેક્શનના રેલ વિદ્યુતીકરણનું પણ વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે.
વળી, પ્રધાનમંત્રી મોદી 3200 કરોડ રૂપિયાથી વધુની કિંમતના અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. પીએમ મોદી તિરુવનંતપુરમ, કોઝિકોડ, વર્કલા શિવગિરી રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ સહિત વિવિધ રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.












Click it and Unblock the Notifications
