એક રાષ્ટ્ર, એક ચૂંટણી મુદ્દે તમામ પક્ષો સાથે પીએમ મોદી આજે કરશે બેઠક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમામ વિપક્ષી દળોના પ્રમુખો સાથે બેઠક કરશે. લોકસભા અને રાજ્યસભામાં તમામ દળોના પ્રમુખો સાથે આજે યોજાનારી બેઠકમાં પીએમ મોદી એક રાષ્ટ્ર, એક ચૂંટણી મુદ્દે ચર્ચા કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમામ વિપક્ષી દળોના પ્રમુખો સાથે બેઠક કરશે. લોકસભા અને રાજ્યસભામાં તમામ દળોના પ્રમુખો સાથે આજે યોજાનારી બેઠકમાં પીએમ મોદી એક રાષ્ટ્ર, એક ચૂંટણી મુદ્દે ચર્ચા કરશે. આ બેઠક બજેટ સત્રની બરાબર પહેલા બોલાવવામાં આવી છે. આ પહેલા પીએમ મોદીએ સત્રની શરૂઆત થતા પહેલા કહ્યુ હતુ કે પક્ષ અને વિપક્ષે નિષ્પક્ષ થઈને પોતાની વાત રજૂ કરવી જોઈએ. તેમણે વિપક્ષને કહ્યુ હતુ કે તેણે પોતાની સીટો વિશે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી.

narendra modi

માહિતી અનુસરા પીએમ મોદીએ આજે આ બેઠક એક રાષ્ટ્ર, એક ચૂંટણા મુદ્દે ચર્ચા માટે બોલાવી છે જેમાં તમામ રાજકીય પક્ષોના પ્રમુખો ભાગ લેશે. પરંતુ આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભાગ નહિ લે. મમતા બેનર્જીએ આ બાબતે સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીને પત્ર લખીને સૂચના આપી છે. તેમણે સરકારને સલાહ આપી છે કે સરકાર આના પર ઉતાવણ કરવાના બદલે શ્વેતપત્ર તૈયાર કરે. તમને જણાવી દઈએ કે આજે થનારી બેઠકમાં એ તમામ પક્ષોના પ્રમુખોને બોલાવવામાં આવ્યા છે જેમના સભ્ય લોકસભા અને રાજ્યસભામાં છે.

મમતા બેનર્જીએ પત્રમાં કહ્યુ છે કે એક રાષ્ટ્ર એક ચૂંટણી સંવેદનશીલ મુદ્દો છે માટે આટલા ગંભીર વિષય પર આટલા ઓછા સમયમાં જવાબ આપવો ન્યાયસંગત નથી. આ મુદ્દે તમામ બંધારણીય વિશેષજ્ઞો, ચૂંટણી વિશેષજ્ઞોઅને પાર્ટીની અંદર ચર્ચાબાદ જ કોઈ સૂચન આપી શકાય છે. હું સરકારને અનુરોધ કરવા ઈચ્છીશ કે સરકાર ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. આ મુદ્દે શ્વેતપત્ર તૈયાર કરવામાં આવે અને તમામ રાજકીય પક્ષોને આના પર વિચાર કરવાનો પૂરતો સમય આપવામાં આવે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X