For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી આજે કરશે દુનિયાની સૌથી મોટી હાઈવે સુરંગનુ ઉદ્ઘાટન, જાણો ટનલની ખાસ વાતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (શનિવાર) સવારે 10 વાગે મહત્વપૂર્ણ બધી ઋતુમાં ખુલ્લી રહેનાર અટલ સુરંગનુ હિમાચલ પ્રદેશના રોહતાંગમાં ઉદ્ઘાટન કરશે.

|
Google Oneindia Gujarati News

શિમલાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (શનિવાર) સવારે 10 વાગે સામરિક રીતે મહત્વપૂર્ણ બધી ઋતુમાં ખુલ્લી રહેનાર અટલ સુરંગનુ હિમાચલ પ્રદેશના રોહતાંગમાં ઉદ્ઘાટન કરશે. આ સુરંગના કારણે મનાલી અને લેહ વચ્ચેનુ અંતર 46 કિલોમીટર ઘટી જશે અને પ્રવાસનો સમય પણ ચારથી પાંચ કલાક ઘટી જશે. પીએમ મોદી લાહોલ સ્પીતિના સીસુમાં આ ટનલના ઉદ્ઘાટન સમારંભ બાદ મોદી સોલાંગ ઘાટીમાં એક સાર્વજનકિ કાર્યક્રમમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી સાથે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહેશે.

atal

જણાવવામાં આવી રહ્યુ છે કે આ ટનલના બનવાથી સૌથી વધુ ફાયદો લદ્દાખમાં તૈનાત જવાનોને મળશે આનાથી ઠંડીમાં પણ હથિયાર અને રસદની આપૂર્તિ સરળતાથી થઈ શકશે. મીડિયા રિપોર્ટની માનીએ તો આ ટનલની અંદર કોઈ ગાડી વધુને વધુ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકશે. આને બનાવવાની શરૂઆત 28 જૂન 2010માં થઈ હતી. માહિતી અનુસાર આ ટનલ એ રીતે બનાવવામાં આવી છે કે આની અંદરથી એક વારમાં 3 હજાર કારો અને 1500 ટ્રક એક સાથે નીકળી શકે છે.

આ છે ટનલની ખાસ વાતોઃ

  • 3300 કરોડ રૂપિયાથી બનેલી અટલ સુરંગ દેશની સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ છે.
  • અટલ સુરંગ દુનિયામાં સૌથી લાંબી હાઈવે સુરંગ છે.
  • 9.02 કિલોમીટર લંબાઈ છે અટલ સુરંગની.
  • મનાલીને લાહોલ સ્પીતિ ઘાટીથી આખુ વર્ષ જોડીને રાખશે.
  • પહેલા લાહોલ સ્પીતિ ઘાટી ભારે બરફ વર્ષાના કારણે 6 મહિના સુધી બાકીના ભાગોથી કપાયેલી રહેતી હતી.
  • હિમાલયના પીર પંજાલ પર્વત શ્રૃંખલાની વચ્ચે બનાવવામાં આવી છે અટલ સુરંગ.
  • સમુદ્ર તળથી લગભગ 3000 હજાર મીટની ઉંચાઈ પર સુરંગને અત્યાધુનિક વિશેષતાઓ સાથે બનાવવામાં આવી છે.
  • ઉત્તરી પોર્ટલ 3071 મીટરની ઉંચાઈએ લાહોલ ઘાટીમાં તેલિંગ, સીસુ ગામની નજીક સ્થિત છે.
  • ઘોડાની નાળ જેવા આકારવાળી બે લેનવાળી સુરંગમાં 8 મીટર પહોળો રસ્તો છે.
  • અટલ સુરંગની ઉંચાઈ 5.525 મીટર છે.
  • અટલ સુરંગની ડિઝાઈન પ્રતિદિન 3000 કારો અને 1500 ટ્રકો માટે તૈયાર કરવામાં આવી છે.
  • અટલ ટનલની વાહનોની મહત્તમ ગતિ 80 કિલોમીટર પ્રતિ કલાક હશે.

મધ્ય પ્રદેશઃ ગેંગરેપનો રિપોર્ટ ન લખતા પીડિતાએ કરી આત્મહત્યામધ્ય પ્રદેશઃ ગેંગરેપનો રિપોર્ટ ન લખતા પીડિતાએ કરી આત્મહત્યા

English summary
PM Modi to inaugurate Atal Tunnel today, Know the interesting things about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X