Ayurveda Day: પીએમ મોદીએ આપી આયુર્વેદ દિવસની શુભકામના, બે સંસ્થાઓનુ કરશે ઉદઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 13 નવેમ્બરે આયુર્વેદ દિવસના પ્રસંગે દેશમાં બે આયુર્વેદ સંસ્થાઓનુ ઉદઘાટન કરશે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 13 નવેમ્બરે આયુર્વેદ દિવસના પ્રસંગે દેશમાં બે આયુર્વેદ સંસ્થાઓનુ ઉદઘાટન કરશે. પીએમ મોદી શુક્રવારે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા જામનગરના ઈન્સ્ટીટ્યુટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ અને જયપુરના નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ આયુર્વેદનુ ઉદઘાટન કરશે. પીએમ નરેન્દ્ર મોદીએ આ વિશે માહિતી ટ્વિટ કરીને આપી. શુક્રવારની સવારે પીએમ મોદીએ ટ્વિટ કર્યુ, 'આયુર્વેદ દિવસ પર શુભકામના. આ વિશેષ દિવસે રાજસ્થાન અને ગુજરાતમાં સ્થિત બે આયુર્વેદ સંસ્થાઓનુ ઉદઘાટન થશે. કાર્યક્રમ સવારે 10.30 વાગ્યાથી શરૂ થશે. તમે લોકો આને જુઓ.'

તમને જણાવી દઈએ કે આયુર્વેદ દિવસ દર વર્ષે ધનવંતરી જયંતિના દિવસ રૂપે મનાવવામાં આવે છે. આ વર્ષે આજે 13 નવેમ્બરના દિવસે ધનવંતરી જયંતિ છે. વર્ષ 2016થી ધનવંતરી જયંતિને આયુર્વેદ દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ ધનવંતરીની પણ લોકોને શુભકામનાઓ આપી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ છે, 'ધનતેરસની તમને સહુને ખૂબ-ખૂબ શુભકાનમા. ભગવાન ધનવંતરી દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આવે.'
જાણો આ બે સંસ્થાઓથી શું થશે ફાયદો?
મીડિયા રિપોર્ટ અનુસાર 21મી સદીમાં આયુર્વેદના વિકાસમાં આ બંને સંસ્થાઓ ખૂબ મહત્વની ભૂમિકા નિભાવશે. આ સંસ્થાઓમાં મોટી બિમારીઓ માટે આધુનિક આયુર્વેદ અને પારંપરિક દવાઓનુ અધ્યયન કરવામાં આવશે. આનાથી આયુર્વેદ શિક્ષાના સ્ટાન્ડર્ડને અપગ્રેડ કરવામાં પણ મદદ મળશે. કોરોના કાળમાં આયુર્વેદની ભૂમિકા ઘણી વધી ગઈ છે. આયુષ મંત્રાલયે ઈમ્યુનિટી વધારવા માટે ઘણા આયુર્વેદ ઉપાયોનો ઉલ્લેખ કર્યો છે. મોદી સરકારે આયુર્વેદ ક્ષેત્રમાં છેલ્લા 3થી 4 વર્ષોમાં ઘણુ કામ કર્યુ.












Click it and Unblock the Notifications
