For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી આજે કરશે કોવિડ-19 તપાસ કેન્દ્રોનો શુભારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નોઈડા, મુંબઈ અને કોલકત્તામાં ઉચ્ચ ક્ષમતાવાળા કોવિડ-19 તપાસ કેન્દ્રોનો શુભારંભ કરશે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નોઈડા, મુંબઈ અને કોલકત્તામાં ઉચ્ચ ક્ષમતાવાળા કોવિડ-19 તપાસ કેન્દ્રોનો શુભારંભ કરશે જેનાથી દેશમાં કોરોના ટેસ્ટ કરવામાં સરળતા રહેશે અને સમયસર ઈલાજ કરવામાં ઝડપ આવશે. પીએમઓ તરફથી જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યુ કે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી થતા આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શામેલ રહેશે.

pm modi

ખાસ વાત એ છે કે આ પ્રયોગશાળાઓમાં કોવિડ ઉપરાંત હિપેટાઈટિસ બી અને સી, એચઆઈવી, માઈક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ, સાઈટોમેગાલોવાયરસ, ક્લેમાઈડિયા, નીસેરિયા, ડેંગ્યુ વગેરે જેવી બિમારીઓનુ પરીક્ષણ થઈ શકશે. ઉલ્લેખનીય છે કે આઈસીએમઆર દુનિયાની સૌથી જૂની અને મોટી મેડિકલ રિસર્ચ સંસ્થાઓમાંની એક છે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ ભારતમાં જૈવ ચિકિત્સા અનુસંધાન હેતુ નિર્માણ, સમન્વય અને પ્રોત્સાહન માટે મોટી સંસ્થા છે. આ પરિષદને ભારત સરકારના આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આર્થિક સહાયતા મળે છે. આનુ મુખ્યાલય રામલિંગસ્વામી ભવન, અંસારી નગર, નવી દિલ્લીમાં સ્થિત છે.

જૈવ આયુર્વિજ્ઞાનના વિવિધ વિષયોના પ્રતિષ્ઠિત વિશેષજ્ઞોના સભ્યપદમાં બનેલા એક વૈજ્ઞાનિક સલાહકાર બોર્ડ દ્વારા આના વૈજ્ઞાનિક તેમજ ટેકનિકલ મામલોમાં સહાયતા આપવામાં આવે છે. આ બોર્ડને વૈજ્ઞાનિક સલાહકાર સમિતિઓ, વિશેષજ્ઞ દળો, ટાસ્ક ફોર્સ, સંચાલન સમિતિઓ વગેરે દ્વારા સહાયતા આપવામાં આવે છે જે પરિષદની વિવિધ શોધ ગતિવિધિઓનુ મૂલ્યાંકન કરે છે.

Coronavirus: જાણો ઓક્સફોર્ડની વેક્સીન કેવી રીતે કામ કરે છે અને તેના સાઇડ ઈફેક્ટ શું છે?Coronavirus: જાણો ઓક્સફોર્ડની વેક્સીન કેવી રીતે કામ કરે છે અને તેના સાઇડ ઈફેક્ટ શું છે?

English summary
PM Modi to launch 'high-throughput' COVID-19 testing facilities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X