પીએમ મોદીએ કોઇમ્બતુર ખાતે 112 ફુટ ઉંચી શિવ પ્રતિમાનું કર્યું અનાવરણ

Written By:
Subscribe to Oneindia News

તા. 24 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ શિવરાત્રી નિમિત્તે ભગવાન શિવજી ની 112 ફુટ ઉંચી મૂર્તિનું અનાવરણ કર્યું હતું. કોઇમ્બતુર ના ઇશા યોગ કેન્દ્ર ખાતે આ અનાવરણ કરવામાં આવ્યું. ભગવાન શિવની આ વિશાળ પ્રતિમા તૈયાર કરનાર સદગુરૂ જગ્ગી વાસુદેવ પણ હાજર રહ્યાં.

shiv

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિલિટ્રી હેલિકોપ્ટર દ્વારા ઇશા યોગ કેન્દ્ર પહોંચ્યા હતા. તમિલનાડુ ના મુખ્યમંત્રી ઇ.પલાનીસ્વામી અને રાજ્યપાલ વિદ્યાસાગાર રાવે તેમનું સ્વાગત કર્યું હતું.

શિવજીની આ વિશાળ પ્રતિમા પથ્થરની જગ્યાએ સ્ટીલના ટુકડાથી તૈયાર કરવામાં આવી છે. નંદીની પ્રતિમા પણ તલના બીજ, હળદર, ભસ્મ અને રેતી-માટી ભારીને બનાવવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોઇમ્બતુરની યાત્રાને પગલે શહેર અને આસપાસના વિસ્તારોમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કેટલાક માનવાધિકાર સંગઠનો, રાજકારણીય પાર્ટીઓ અને ખેડૂતો આ કાર્યક્રમનો વિરોધ કરશે એવી આશંકાના પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક ગોઠવવામાં આવી છે.

English summary
PM Modi unveils 112 foot tall Shiva statue in Coimbatore Tamil Nadu.
Please Wait while comments are loading...