For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'No Money For Terror' સંમેલનનુ પીએમ મોદી આજે કરશે ઉદ્ઘાટન, 78 દેશો લેશે ભાગ, પાકિસ્તાન નહિ થાય સામેલ

ભારત સરકારની આગેવાનીમાં 18-19 નવેમ્બરે દિલ્લીમાં બે દિવસીય 'નો મની ફૉર ટેરર' મંત્રી સ્તરીય સંમેલનનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

No Money For Terror: ભારત સરકારની આગેવાનીમાં 18-19 નવેમ્બરે દિલ્લીમાં બે દિવસીય 'નો મની ફૉર ટેરર' મંત્રી સ્તરીય સંમેલનનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ કાર્યક્રમમાં 72 દેશોના પ્રતિનિધિ સામેલ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે એટલે કે આજે સવારે 9.30 વાગે નવી દિલ્લીની તાજ પેલેસમાં કાઉન્ટર ટેરરિઝમ ફાઈન્સિંગ પર ત્રીજા નો મની ફૉર ટેરર(NMFT) મંત્રીસ્તરીય સંમેલનનુ ઉદ્ઘાટન કરીને સંબોધન પણ કરશે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આ સંમેલનનો હિસ્સો નહિ બને. ચીનને આ સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યુ છે.

pm modi

રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઈએ)ના મહાનિર્દેશક દિનકર ગુપ્તાએ પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં માહિતી આપીને કહ્યુ કે આતંકવાદ અને આતંકવાદને આર્થિક મદદને લઈને આયોજિત નો મની ફૉર ટેરર મંત્રીસ્તરીય સંમેલનમાં 72 દેશ અને બહુપક્ષીય સંગઠનના 450 પ્રતિનિધિ ભાહ લેશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 19 નવેમ્બરના રોજ સમાપન સત્રને સંબોધશે. દિનકર ગુપ્તાએ જણાવ્યુ કે આ કૉન્ફરન્સમાં બે દિવસમાં 4 અલગ-અલગ સેશન રાખવામાં આવ્યા છે. તમામ પ્રતિનિધિઓ આ સત્રોમાં આતંકી ફંડિંગ અંગે ચર્ચા કરશે અને તેની સામે સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ કરશે. તેમાં કોઈ શંકા નથી કે આતંકવાદ અને હિંસક ઉગ્રવાદમાં ભારે ઘટાડો થયો છે પરંતુ આ માટે આગળ લડાઈ તો લડવી જ પડશે. તેમણે કહ્યુ કે જે દેશ દ્વારા આતંકવાદને ફંડ આપવામાં આવી રહ્યુ છે તે અંગે ચર્ચા કરવામાં આવશે.

સેક્રેટરી વેસ્ટ સંજય વર્માએ કહ્યુ કે આતંકવાદ સામેની લડાઈમાં ભારત-રશિયાનો સહયોગ ચાલુ છે. FATFમાં પણ રશિયાનો સહયોગ છે. તેમણે કહ્યુ કે આ સંગઠન ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ કરતા પણ મોટુ છે. તેથી તેનો વ્યાપ પણ ઘણો મોટો હશે. નો મની ફૉર ટેરર ​​અને FATFએ આગામી દિવસોમાં વૈશ્વિક આતંકવાદનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરવુ પડશે. વડાપ્રધાન કાર્યાલય(PMO)ના જણાવ્યા મુજબ 'નો મની ફૉર ટેરર' પહેલીવાર એપ્રિલ 2018માં પેરિસમાં અને બીજી કૉન્ફરન્સ નવેમ્બર 2019માં મેલબૉર્નમાં યોજાઈ હતી. કૉન્ફરન્સ દરમિયાન ચાર સત્રોમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. જેમાં આતંકવાદ અને ટેરર ​​ફંડિંગના વૈશ્વિક વલણો, આતંકવાદ માટે ફંડિંગના ઔપચારિક અને અનૌપચારિક માધ્યમોનો ઉપયોગ, ઉભરતી ટેક્નોલોજી અને આતંકવાદી ધિરાણ, વૈશ્વિક સમર્થન અંગે ચર્ચા કરવામાં આવશે. ભારત 2020માં તેની યજમાની કરવાનુ હતુ પરંતુ કોરોના રોગચાળાને કારણે તે મોકૂફ રાખવામાં આવ્યુ હતુ.

English summary
PM Modi will address 'No Money for Terror' conference today, Pakistan is not participating.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X