પીએમ મોદી સોમવારે કિસાન નિધિનો 13મોં હપ્તો જારી કરશે, આટલા ખેડૂતોને મળશે 2 હજાર રૂપિયા
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 13મોં હપ્તો સોમવારે ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો 13મો હપ્તો આવશે. આ અવસર પર કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને સચિવ મનોજ આહુજા બેલાગવીમાં હાજર રહેશે.
નવી દિલ્હી : દેશના 8 કરોડથી વધુ ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે. વડાપ્રધાન કિસાન સન્માન નિધિના 13મા હપ્તાની રાહનો અંત આવી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે કર્ણાટકના બેલાગવીથી 16,800 કરોડ રૂપિયાથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં મોકલશે. PM મોદી સોમવારે દેશના 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના પૈસા મોકલશે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 13મોં હપ્તો સોમવારે ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો 13મો હપ્તો આવશે. આ અવસર પર કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને સચિવ મનોજ આહુજા બેલાગવીમાં હાજર રહેશે. અહીં પીએમ-કિસાન અને જલ જીવન મિશનના એક લાખથી વધુ લાભાર્થીઓ હાજર રહેશે.
પીએમ મોદીએ તેમના છેલ્લા કાર્યકાળમાં 2019ની સામાન્ય ચૂંટણી પહેલા પીએમ-કિસાન યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર એક વર્ષમાં ખેડૂત લાભાર્થીઓના ખાતામાં સીધા જ 6 હજાર રૂપિયા જમા કરે છે. વર્ષ 2023નો પહેલો હપ્તો સોમવારે જમા થશે.
આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને 2.25 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ જારી કરવામાં આવી છે. સામાન્ય રીતે નાના અને મધ્યમ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. સૌથી મોટી વાત એ છે કે કોવિડ લોકડાઉન દરમિયાન પણ જરૂરિયાતમંદ ખેડૂતોની મદદ માટે તેમના ખાતામાં અલગ-અલગ હપ્તામાં 1.75 લાખ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
