For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી બેઠકમાં બોલ્યાઃ કોરોના વાયરસ ગામો સુધી ન ફેલાવો જોઈએ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોના સંકટ વિશે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોના સંકટ વિશે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. પીએમ અને મુખ્યમંત્રીઓ વચ્ચે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા બેઠક થઈ રહી છે. દેશમાં કોરોના વાયરસ ફેલાયા અને લૉકડાઉન લગાવાયા બાદ પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથે આ પાંચમી બેઠક છે. બેઠકમાં પીએમ સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણ, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ હાજર છે. બેઠકમાં કોરોના સંકટ, લૉકડાઉન, મજૂરોની વાપસી જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે.

pm modi

બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ કે હવે સરકારને આગળ વધવા વિશે વિચારવુ પડશે અને સમગ્ર દ્રષ્ટિકોણ વિશે વાત કરવી પડશે. કોરોના સામે લડાઈમાં આપણે સારી રીતે લડાઈ લડી છે, આખી દુનિયાએ પ્રશંસા કરી છે.

આ લડાઈમાં રાજ્ય સરકારોએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. તેમણે પોતાની જવાબદારી સમજી છે અને આ જોખમનો મુકાબલો કરવામાં પોતાની ભૂમિકા નિભાવી છે.

મજૂરોની વાપસી પર પીએમ મોદીએ કહ્યુ કે પહેલા અમે જોર આપીને કહ્યુ હતુ કે લોકોએ ત્યાં જ રહેવુ જોઈએ જ્યાં તે છે. પરંતુ આ માનવીય સ્વભાગ છે કે આપણે ઘરે જવા ઈચ્છીએ છીએ અને એટલા માટે અમુક નિર્ણયોને બદલવા પણ પડ્યા છે. તેમછતાં આપણે એ સુનિશ્ચિત કરવુ પડશે કે આ બિમારી ગામો સુધી ન ફેલાય, આ આપણા માટે સૌથી મોટો પડકાર છે.

મોદીએ કહ્યુસ રાજ્ય મળીને કામ કરી રહ્યા છે. કેબિનેટ સચિવ, રાજ્યોના સચિવ સાથે સતત સંપર્કમાં છે. અમે સંતુલિત રણનીતિ સાથે આગળ વધવુ પડશે, તમે બધાના સૂચનોથી દિશા-નિર્દેશ નિર્ધારિત થશે. પીએમ મોદીએ સોશિયલ ડિસ્ટંસીંગ પર જોર આપીને કહ્યુ કે બે ગજના અંતરની નીતિ ઢીલી થઈ તો સંકટ વધશે.

પ્રધાનમંત્રીની મુખ્યમંત્રીઓ સાથે આ બેઠક 2 તબક્કામાં છે. પહેલો તબક્કો ત્રણ વાગ્યાથી શરૂ થયો છે જેમાં વાતચીત ચાલી રહી છે. બીજો તબક્કો બ્રેક બાદ સાંજે 6 વાગ્યાથી શરૂ થશે. આનાથી સ્પષ્ટ છે કે બેઠક લાંબી ચાલશે. ગઈ બેઠકમાં બધા મુખ્યમંત્રીઓને બોલવાનો મોકો નહોતો મળ્યો. માટે આ વખતે વધુ સમય રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ છત્તીસગઢ CM ભૂપેશ બઘેલે કરી મોટી પહેલ, જનતાને આપ્યો CM રાહત કોષનો હિસાબઆ પણ વાંચોઃ છત્તીસગઢ CM ભૂપેશ બઘેલે કરી મોટી પહેલ, જનતાને આપ્યો CM રાહત કોષનો હિસાબ

English summary
PM Narendra Modi 5th video conference meeting with Chief Ministers highlights
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X