NDAની બેઠકમાં સર્વસંમતિથી સંસદીય દળના નેતા ચૂંટાયા મોદી
NDAની બેઠકમાં સર્વસંમતિથી સંસદીય દળના નેતા ચૂંટાયા મોદી
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ની બંપર જીત હાસલ કર્યા બાદ આજે સંસદના સેન્ટ્રલ હાલમાં એનડીએમાં સામેલ દળોના નેતાની બેઠક આયોજીત કરવામાં આવી. આ બેઠકમાં શિરોમણી અકાલી દળ, જેડીયૂ, શિવસેના તથા અન્ય દળોએ સર્વસંમતિથી પીએમ મોદીને સંસદીય દળના નેતા ચૂંટ્યા છે. સેન્ટ્રલ હોલમાં આયોજિત બેઠકમાં એનડીએમાં સામેલ દળોના નેતાઓ એકપછી એક પોતાની વાત રાખી અને નરેન્દ્ર મોદીને પોતાના નેતા ચૂંટ્યા.

જણાવી દઈએ કે આ બેઠકમાં ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં સૌથી પહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહે ભાજપી સંદીય દળના નેતા માટે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ રાખ્યો જેનો રાજનાથ સિંહ, નીતિન ગડકરી સહિત ભાજપી નેતાઓએ હાથ ઉંચો કરી સમર્થન આપ્યું. બેઠકમાં બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂ અધ્યક્ષ નીતિશ કુમાર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને રામવિલાસ પાસવાન સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા.
Narendra Modi elected as the leader of the NDA. pic.twitter.com/CPuCtE4Rye
— ANI (@ANI) May 25, 2019
પીએમ મોદીને સંદીય દળના નેતા પંદ કરવામાં આવ્યા બાદ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે હું આ ઘોષણા કરું છું કે સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને એનડીએના નેતા ચૂંટ્યા છે. અલગ-અલગ દળોના સમર્થનની સાથે નરેન્દ્ર મોદી નેતા ચૂંટાયા.
આ પણ વાંચો- CWCએ રાહુલ ગાંધીનું રાજીનામું નામંજૂર કર્યું, કોંગ્રેસે જનાદેશ સ્વીકાર્યો












Click it and Unblock the Notifications
