For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CWCએ રાહુલ ગાંધીનું રાજીનામું નામંજૂર કર્યું, કોંગ્રેસે જનાદેશ સ્વીકાર્યો

CWCએ રાહુલ ગાંધીનું રાજીનામું નામંજૂર કર્યું, કોંગ્રેસે જનાદેશ સ્વીકાર્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં શર્મનાક હાર બાદ આજે કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું હતું પરંતુ સમિતિએ તેમનું રાજીનામું નામંજૂર કરી દીધું છે. આ બેઠકમાં ભ્યોએ સમિતિની સામે પોતાના વિચાર રાખ્યા અને લોકસભા ચૂંટણીમાં મળેલ હાર પર વિસ્તારથી ચર્ચા કરી છે. આ બેઠકમાં સોનિયા ગાંધી સિવાય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, મનમોન સિંહ સહિતના કેટલાય મોટા નેતા હાજર રહ્યા હતા.

cwc

બેઠક બાદ એક પ્રેસ કોન્ફ્રેન્સને સંબોધિત કરતા પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે કોંગ્રેસ વર્કિંગ કમિટીએ 2019ના જનાદેશને સહજતાથી સ્વીકાર કર્યો છે. કોંગ્રેસ પાર્ટી એક જવાબદાર અને સકારાત્મક વિપક્ષના રૂપમાં પોતાનું કર્તવ્ય નિભાવશે. કોંગ્રેસ કાર્ય સમિતિ અમારા તમામ સહયોગી દળો અને નેતૃત્વને ધન્યવાદ આપે છે જેમણે આ લડાઈમાં સાથ આપ્યો. સૂરજવાલાએ કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાનું રાજીનામું આપ્યું પરંતુ કાર્ય સમિતિએ ફગાવી દીધું.

કોંગ્રેસ કાર્ય મિતિ એવા પડકારો અને નિષ્ફળતાઓનો સ્વીકાર કરે છે જેના કારણે ઓછો જનાદેશ આવ્યો. સમિતિએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પાર્ટીના સંરચનામાં બદલાવ કરવાની સલાહ આપી છે. સૂરજેવાલાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી નફરત અને વિભાજનની તાકાતોને પડકાર આપવા માટે હંમેશા તૈયાર છે.

ઈરાન પર પ્રતિબંધ લાગ્યા બાદ ઓઈલની વધતી કિંમતો અને મોંઘવારી જેવી કેટલીય મોટી સમસ્યાઓનો ઉલ્લેખ કરતા સૂરજેવાલાએ કહ્યું કે આના માટે ભાજપની સરકારે ઠોસ પગલાં ઉઠાવવાની જરૂરત છે. નોકરીઓના સંકટનું કોઈ સમાધાન નથી નીકળી રહ્યું જેનાથી યુવાઓનું ભવિષ્ય ખતરામાં છે. સમિતિએ કહ્યું કે આવા મુદ્દા પર સરકાર તત્કાલ પગલાં ભરે.

આ પણ વાંચો- જો આવું ન થયું તો આઠમા દિવસે જ સાંસદ પદ પરથી રાજીનામું આપી દઈશઃ આઝમ ખાન

English summary
cwc rejected the resignation of rahul gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X