જો આવું ન થયું તો આઠમા દિવસે જ સાંસદ પદ પરથી રાજીનામું આપી દઈશઃ આઝમ ખાન
જો આવું ન થયું તો આઠમા દિવસે જ સાંસદ પદ પરથી રાજીનામું આપી દઈશઃ આઝમ ખાન
રામપુરઃ યૂપીની હાઈપ્રોફાઈલ સીટ રામપુરમાં સમાજવાદી પાર્ટના કદાવર નેતા આઝમ ખાને મોદી લહેરમાં પોતાની જીત નોંધાવી લીધી છે. આઝમ ખાને ભાજપના ઉમેદવાર જયા પ્રદાને 1 લાખ 10 હજાર વોટે કરાવ્યા. જીત બાદ આઝમ ખાને મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે તેમને દરેક વર્ગ અને દરેક જાતિના વોટ મળ્યા છે. જો તેમને બધા ધર્મોનો વોટ નહિ મળ્યો હોય તો તેઓ આજથી આઠમા દિવસે સાંસદ પદેથી રાજીનામું આપી દેશે.

પીએમ મોદીની ભારી જીતને આઝમ ખાને જાદૂઈ ફેસલો ગણાવ્યો
રામપુર સીટથી પાના કદાવર નેતા આઝમ ખાને ચૂંટણી જીત્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે, પીએમે પોતાની જવાબદારીઓને ખુલ્લા દિલથી પૂરી કરવી જોઈએ. સાથે જ કહ્યું કે જનતાએ પણ તેમને જે જનમત આપ્યો છે, તેનું તેઓ સન્માન કરે છે. સપા નેતાએ કહ્યું કે તેમના બોઝને મહસૂસ કરતાં તેઓ લોકોના વ્યાજને ચૂકવશે.

રાજીનામાંની ધમકી આપી
આઝમ ખાને દાવો કરતા કહ્યું કે તેમને દરેક વર્ગ અને દરેક જાતિનો વોટ મળ્યો છે. જો તેમને તમામ ધર્મોનો વોટ નહિ મળ્યો હોય તો તેઓ આજથી આઠમા દિવસે સાંસદ સભ્યના પદ પરથી રાજીનામું આપી દેશે. આઝમ ખાન કહે છે કે જો કોઈએ આ ચકાસવું હોય તો જે બૂથો પર જીત હાંસલ કરી છે ત્યાં જઈને પતો લગાવી શકે છે. જણાવી દઈએ કે આઝમ ખાને હજુ સુધી સાંસદ તરીકે શપથ નથી લીધા. તે પહેલા જ તેઓ રાજીનામાની વાત કરી રહ્યા છે.

જયા પ્રદાને 1 લાખ વોટથી હરાવ્યાં
ભાજપના ઉમેદવાર જયા પ્રદા પર બોલતા આઝમ ખાને કહ્યું કે અમે ચૂંટણીમાં કોઈનું નામ નથી લીધું. અમને એ વાતની ફરિયાદ છે કે મીડિયા બંધુઓ અને અમારા રાજનૈતિક વિરોધીઓએ અમારા પર ખરાબ આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે તેમના દિવંગત માતા- પિતાને પણ ગાળીઓ આપવામાં આવી. જણાવી દઈએ કે સપા ઉમેદવાર આઝમ ખાને પોતાની નિકટતમ પ્રતિદ્વન્દ્વી જયા પ્રદાને 1 લાખ 10 હજાર વોટથી હરાવ્યા. આઝમ ખાનને 559018 વોટ મળ્યા, જ્યારે જયા પ્રદાને 448630 વોટ મળ્યા. કોંગ્રેસી ઉમેદવાર સંજય કપૂરને 34965 વોટ મળ્યા. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના નેપાલ સિંહ અહીંથી જીત્યા હતા.












Click it and Unblock the Notifications
