નરેન્દ્ર મોદીએ તિરુપતિમાં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદઘાટન કર્યું

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના તિરુપતિ પહોંચ્યા છે. તિરુપતિમાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખાસ સ્વાગત કર્યું. અહીં શ્રીવેંકટેશ્વરા વિદ્યાલયમાં 5 દિવસો સુધી ચાલનાર વાર્ષિક ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદઘાટન કર્યું હતું. ઉદઘાટન કાર્યક્રમાં સંબોધન કરતાં નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોના ખૂબ વખાણ કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશ હંમેશા એ વૈજ્ઞાનિકોનો આભારી રહેશે, જે થાક્ય વગર દેશની પ્રગતિ માટે સતત મહેનત કરી રહ્યાં છે. તેઓ આપણા સમાજને વધુ સશક્ત બનાવવા માટે પ્રયત્નશીલ રહે છે. તેમના વિઝન, શ્રમ અને નેતૃત્વથી સમાજ સશક્ત બને છે.

narendra modi

નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે, આપણે ત્યાં ભવિષ્યમાં લોકો રોકાણ કરે એ માટે જરૂરી છે કે આપણે આજે જ આપણા લોકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવીએ. આપણે ટેક્નોલોજીની એવી વૃદ્ધિ કરીએ કે જેથી આપણા વિકાસને ફાયદો થાય. આપણે જરૂર છે આવી ટેક્નોલોજીનો લાભ ઉઠાવવા માટે તૈયાર રહેવાની. સરકાર વિભિન્ન ક્ષેત્રોમાં વૈજ્ઞાનિક જ્ઞાનને આગળ ધપાવવા તથા નવી શોધ માટે જરૂરી સમર્થન આપવા પ્રતિબદ્ધ છે.

તેમણે કહ્યું કે, વર્ષ 2030માં ભારત દેશ ટોપ 3માં સ્થાન પામશે. અમારી સરકાર વૈજ્ઞાનિકો અને વૈજ્ઞાનિક સંસ્થાનોને પૂરો સહયોગ આપશે. બીજા દેશો સાથે મળીને ટેક્નોલોજીને આગળ વધારવાના પ્રયાસો કરવામાં આવશે.
વડાપ્રધાને આ પ્રસંગે એમ પણ કહ્યું કે, અટલ ઇનોવેશન મિશન પ્રોગ્રામના માધ્યમથી વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવશે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે પ્લાસ્ટિક વેસ્ટ અને ઇલેક્ટ્રિકલ વેસ્ટના ઉપયોગ પર જોર કરવું પડશે. ગામડાઓમાં ઓર્ગેનિક માધ્યમથી વીજળી ઉત્પન્ન કરવા માટે તથા ખાતર બનાવવા માટે પ્લાન્ટ લગાવવામાં આવશે. દેશને આગળ વધારવા માટે સુરક્ષાની ટેક્નોલોજીથી લઇને ગ્રામીણ વિસ્તારોમાં વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓની જરૂર છે. શાળા અને કોલેજોમાં સારી પ્રયોગશાળાની સુવિધા હોવી જરૂરી છે. જેથી શાળામાં ભણતા બાળકો પણ વિજ્ઞાનમાં યોગદાન કરી શકે અને દેશના વિકાસમાં સહયોગ કરી શકે.

English summary
PM Narendra Modi inaugurates Indian science congress at Tirupati.
Please Wait while comments are loading...