મિઝોરમ પહોંચ્યા PM, તુઈરિલ હાઇડ્રોપાવર પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મિઝોરમની રાજધાની આઈજોલમાં તુઈરિલ હાઇડ્રોપાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરી દેશને સમર્પિત કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, તુઈરિલ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ મિઝોરમમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પહેલો મોટો પ્રોજેક્ટ છે. પીએમ મોદીએ કહ્યું કે, આ પ્રોજેક્ટને સૌ પ્રથમ વર્ષ 1998માં અટલ બિહારી વાજપાયીજીએ મંજૂરી આપી હતી, જો કે પછીથી એ પૂર્ણ કરવામાં ખાસો સમય લાગ્યો હતો. આ પ્રોજેક્ટનું પૂર્ણ થવું નોર્થ ઇસ્ટ રાજ્યોમાં ચાલી રહેલ વિકાસના કાર્યો પૂર્ણ કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. પીએમ મોદીએ આગળ કહ્યું કે, અટલ બિહારી વાજપાયીજીના કાર્યકાળમાં નોર્થ ઇસ્ટના વિકાસ માટે અનેક કાર્યો થયા છે. નોર્થ ઇસ્ટ રાજ્યોના વિકાસ માટે અમે પણ એ જ રસ્તે ચાલી રહ્યાં છીએ. મંત્રીમંડળમાં મારા સહયોગીઓ બરાબર નોર્થ ઇસ્ટની મુલાકાતો કરતા રહ્યાં છે.

Narendra Modi

પીએમ મોદીએ કહ્યું કે, હવે તમારે લોકોએ તમારી સમસ્યાઓ લઇ દિલ્હી જવાની જરૂર નથી. તમારી સમસ્યાઓના સમાધાન માટે દિલ્હીથી અધિકારીઓ તમારી પાસે આવશે. અમે આ નીતિને ડોનર(DONER) મંત્રાલયનું નામ આપ્યું છે. ડોનરનો અર્થ છે, મિનિસ્ટ્રિ ફોર ડેવલપમેન્ટ ઓફ નોર્થ ઇસ્ટ રિજન. ઉલ્લેખનીય છે કે, શનિવારે પીએમ મોદી ઉત્તર-પૂર્વ રાજ્યો મેઘાલય અને મિઝોરમની મુલાકાતે છે. મિઝોરમની રાજધાની આઈડોલમાં જનસભાને સંબોધિત કર્યા બાદ પીએમ મોદી મેઘાલય જવા રવાના થયા હતા. તેઓ મેઘાલયની રાજધાની શિલાંગમાં તુરા રાષ્ટ્રીય રાજમાર્ગનું ઉદ્ઘાટન કરશે અને સાથે જ જનસભાનું પણ સંબોધન કરશે.

English summary
PM Narendra Modi inaugurates Tuirial Hydropower Project in Aizawl, Mizoram

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.