For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

75માં સ્વતંત્રતા દિવસ પર PM નરેન્દ્ર મોદીનુ પૂરુ ભાષણ ક્યાં અને કેવી રીતે જોશો, જાણો દરેક માહિતી

આવો, જાણીએ પીએમ નરેન્દ્ર મોદીનુ આ 15 ઓગસ્ટનુ ભાષણ તમે ક્યાં અને કેવી રીતે સાંભળશો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે એટલે કે 15 ઓગસ્ટે 75મો સ્વતંત્રતા દિવસના પ્રસંગે પ્રતિષ્ઠિત લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રને સંબોધિત કરશે. પીએમ નરેન્દ્ર મોદીનુ સ્વતંત્રતા દિવસ પર આ વખતે સતત 8મુ સંબોધન હશે. લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રીય ધ્વજ તિરંગો લહેરાવ્યા બાદ પીએમ મોદી સવારે લગભગ 7.30 વાગે પોતાનુ રાષ્ટ્રના નામે સંબોધન કરશે. કોરોના કાળમાં પીએમ નરેન્દ્ર મોદીનુ આ ભાષણ દેશવાસીઓ માટે ઘણુ મહત્વનુ છે. પીએમ નરેન્દ્ર મોદીનુ આ ભાષણ તમે પોતાના ઘરમાં બેસીને ઑનલાઈન જોઈ શકો છો. આવો, જાણીએ પીએમ નરેન્દ્ર મોદીનુ આ 15 ઓગસ્ટનુ ભાષણ તમે ક્યાં અને કેવી રીતે સાંભળશો.

pm modi

ક્યાં જોશો પીએમ નરેન્દ્ર મોદીનુ આખુ ભાષણ

  • પીએમ નરેન્દ્ર મોદીનુ આ સંબોધનનુ રાષ્ટ્રીય સાર્વજનિક પ્રસારક દૂરદર્શન(ડીડી નેશનલ) દ્વારા સુધી પ્રસારણ કરવામાં આવશે.
  • વળી, પ્રેસ સૂચના બ્યૂરો(પીઆઈબી)ની યુટ્યુબ ચેનલ પર પણ પીએમ નરેન્દ્ર મોદીનુ ભાષણ લાઈવ થશે. આ ઉપરાંત પીઆઈબીના ટ્વિટર હેન્ડલ પર પણ લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે.
  • પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ)ની અધિકૃત યુટ્યુબ ચેનલ પણ પીએમ મોદીનુ રાષ્ટ્રીય સંબોધન પ્રસારિત કરશે.
  • આ ઉપરાંત પીએમઓના ટ્વિટર હેન્ડલ પર ભાષણની લાઈવ અપડેટ આપવામાં આવશે.

ભારતના જે ખેલાડીઓએ ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે તેમને લાલ કિલ્લામાં સ્વતંત્રતા સમારંભ માટે પ્રધાનમંત્રી દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે. ભારતીય એથલીટોએ ટોક્યો રમતોમાં રેકૉર્ડ સાત મેડલ જીત્યા જેમાંથી એક ગોલ્ડ અને બે સિલ્વર અને ચાર કાંસ્ય પદક શામેલ છે. શનિવારે એટલે કે આજે 14 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રને સંબોધિત કરશે. 15 ઓગસ્ટે આ વર્ષે પણ કોરોના કાળમાં મનાવવામાં આવશે.

English summary
PM Narendra Modi Independence Day speech: When and where to watch know all details here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X