Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ચૂંટણી પહેલા મોદીનું પહેલું ઈન્ટર્વ્યૂ, પુલવામા હુમલા બાદ પણ શૂટિંગના આરોપો પર જવાબ આપ્યો

પુલવામા હુમલા બાદ શૂટિંગના આરોપ પર મોદીનો જવાબ

નવી દિલ્હીઃ પીએમ મોદીએ ચૂંટણી સમયે ટીવી ચેનલ રિપબ્લિક ઈન્ડિયાને ઈન્ટર્વ્યૂ આ્યું, આ ઈન્ટર્વ્યૂમાં પીએમ મોદીએ કેટલાય સવાલોનો જવાબ આપ્યો છે. તેમણે ગરીબી, બેરોજગારી, સેના, આતંકવાદથી લઈ તમામ મુદ્દા પર જવાબ આપ્યો છે. સાથે જ વિપક્ષ દ્વારા તેમના પર લગાવેલ આરોપો પર પણ પલટવાર કર્યો છે. પીએમ મોદીએ આ ઈન્ટર્વ્યૂમાં સ્પષ્ટ કર્યું કે 2019માં એનડીએની સરકાર બનવી નક્કી છે અને દેશની જનતાએ આનો ફેસલો કરી લીધો છે. જેવી રીતે બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ વિપક્ષે પીએમ મોદી પર સવાલ ઉઠાવ્યો તેના પર મોદીએ કહ્યું કે કોઈપણ દેશ પ્રત્યે મારા પ્રેમ પર સવાલ ઉભો ન કરી શકાય, જે લોકો બાલાકોટ એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવી રહ્યા છે તેમની પાસે દિમાગ નથી.

આતંકી હુમલા બાદ ખુદ શાંત રાખ્યા

આતંકી હુમલા બાદ ખુદ શાંત રાખ્યા

જે સમયે પુલવામાનો આતંકી હુમલો થયો તેના પર પીએમ મોદીએ કહ્યું કે જે સમયે આ ઘટના બની તે સમયે હું ઉત્તરાખંડમાં પહેલેથી નક્કી કરેલ એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયો હતો. મને એ સમયે હુમલાની જાણકારી મળી તો મેં ફોન પર જ રેલી સંબોધિત કરવાનો ફેસલો લીધો, ખુદને શાંત રાખવાની કોશિશ કરી અને આટલા મોટા આતંકી હુમલા પર કંઈક બોલવાથી બચ્યો. પીએમ મોદીએ કહ્યુ્ં કે જે કોઈપણ દેશને ધમકી આપશે તેમણે પરિણામ ભોગવવા પડશે. તેમણે કહ્યું કે દેશ સર્વોપરિ છે.

ન્યાય યોજના પર આપ્યો જવાબ

ન્યાય યોજના પર આપ્યો જવાબ

ગરીબી ખતમ કરવા માટે જેવી પ્રકારે કોંગ્રેસે ન્યૂનતમ આવકની ઘોષણા કરી છે તેના પર પીએમ મોદીએ કહ્યું કે નેહરુજીએ ગરીબી વિશે વાત કરી, રાજીવજીએ પણ ગીરબીની વાત કરી, જે બાદ સોનિયા ગાંધીએ પણ ગીરબીની વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે આ લોકો પાંચ પેઢીઓથી જૂઠું બોલતા આવી રહ્યા છે, આ લોકો સત્તામાં નથી આવવાના તો ઈચ્છે તેવા વાયદા કરી શકે છે. મોદીએ કહ્યું કે હવે આ પરિવાર ક્યારેય સત્તામાં નહિ આવે. આ લોકોને એ સિદ્ધાંત છે કે તેઓ 2004થી 2009 સુધી આવા પ્રકારની વાત કરતા આવ્યા છે.

આરોપો પર પલટવાર

આરોપો પર પલટવાર

પીએમ મોદી પર જેવી રીતે દેશની સંસ્થાઓને તોડવાનો આરોપ લાગ્યો છે તેના પર પીએમ મોદીએ કહ્યું કે હું 13 વર્ષ સુધી ગુજરાતનો મુખ્યમંત્રી રહ્યો, પરંતુ મારા પર આવા પ્રકારનો કોઈ આરોપ નથી લાગ્યો. મારા પર આ લોકો તમામ આરોપો લગાવે છે પરંતુ હું ચુપ રહ્યો, પરંતુ દેશમાં કટોકટિની ઘષણા કોણ કરી, દેશના મોટા નેતાઓને જેલ કોણે મોકલ્યા. મીડિયાએ કેવી રીતે કામ કરવું જોઈએ, આ કાયદાને લઈ કોણ આવ્યું. પીએમ મોદીએ કહ્યું કે મારું મોઢું ન ખોલાવડાવો, આ મને શોભા નથી દેતું.

વંશવાદ પર હુમલો બોલ્યો

વંશવાદ પર હુમલો બોલ્યો

પીએમ મોદીએ કહ્યું કે રાજનીતિમાં વંશવાદની સમસ્યા મારી નથી બલકે દેશના લોકતંત્ર માટે પડકાર છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું વંશવાદ કરું છું તો તેનો મતલબ એ કે એક જ પરિવારનો વ્યક્તિ તે પાર્ટીને કંપનીની જેમ ચલાવે છે, પહેલેથી જ આ નક્કી હોય ચે કે પાર્ટીના મુખ્યા કોણ હશે. વંશવાદની જ્યારે વાત થાય છે તો લોકો કહે છે કે રાજનાથ સિંહનો દીકરો ધારાસભ્ય છે, આવામાં આ મુદ્દાને નાનો કરવામાં આવે છે, વંશવાદથી મારો મતલબ છે કે એક જ પરિવારના લોકો પાર્ટીને કંપનીની જેમ ચલાવે છે.

પૂર્ણ બહુમત હાંસલ કરશે

પૂર્ણ બહુમત હાંસલ કરશે

આગામી લોકસભા ચૂંટણીમાં જીતવાને લઈ પીએમ મોદીએ ભરોસો અપાવ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે અમે પૂર્ણ બહુમત હાંસલ કરશું, એનડીએ અને ભાજપને ગત વખત કરતાં ઓછી સીટ મળશે, જવાબદાર પીએમ તરીકે વધુ પાંચ વર્ષના અનુભવ બાદ હું કહેવા માગું છું કે જે કોઈપણ આ ચૂંટણી જીતશે હું તેની સાથે મળીને કામ કરીશ. રાજનીતિમાં સૌકોઈએ મળીને કામ કરવું જોઈએ. દેશના લોકોએ 30 વર્ષ સુધી મુશ્કેલીનો સામનો કર્યો, પરંતુ પાછલા પાંચ વર્ષમાં તેમણે સારો અનુભવ કર્યો છે.

મહાગઠબંધન પર આપ્યો જવાબ

મહાગઠબંધન પર આપ્યો જવાબ

મહાગઠબંધન પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે બંગાળ, કેરળ, ઓરિસ્સામાં આ લોકો વચ્ચે સહમતિ ન બની, એવામાં આ કેવું મહાગઠબંધન છે. જો દેશના લોકોએ આ ફેસલો લઈ લીધો છે કે તેઓ અમને પૂર્ણ બહુમત આપશે તો આ લોકો કોણ હોય છે જે અમને સત્તાથી બહાર રાખશે. રોબર્ટ વાડ્રા પર મોદીએ કહ્યું કે વ્યવસ્થામાં સમસ્યા હતી, કોંગ્રેસને કોર્ટથી નોટિસ પર નોટિસ મળી, પરંતુ આ લોકોએ જવાબ ન આપ્યો, પરંતુ અમે એવી વ્યવસ્થા લાવ્યા જેથી મામલાની યોગ્ય તપાસ થાય અને હાલના સમયમાં યોગ્ય તપાસ ચાલી રહી છે.

નીરવ મોદી- માલ્યા પર આપ્યું નિવેદન

નીરવ મોદી- માલ્યા પર આપ્યું નિવેદન

નીરવ મોદી, વિજય માલ્યા, મેહુલ ચેક્સી પર પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષ અમારા પર પ્રહાર કરી રહ્યું છે કે આ લોકો ભાગી ગયા, પરંતુ અમારી જ કઠોર નીતિઓ છે જેના કારણે આ લોકો દેશ છોડીને ભાગી ગયા. પરંત શું તમે મેહસૂસ કર્યું કે અમે આ લોકોની સંપત્તિ મોટી સંખ્યામાં જપ્ત કરી છે. જેટલા રૂપિયા લઈને આ લોકો ભાગી ગયા હતા તેનાથી વધુની સંપત્તિ તો અમે લોકોએ જપ્ત કરી લીધી છે, જે બાદ આ લોકોની સમસ્યા ભારે વધી ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X