• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાફેલ ડીલમાં મામા અને અંકલ નથી એટલે ભડક્યું કોંગ્રેસઃ મોદી

|

લખનઉઃ પાંચ રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના એક દિવસીય પ્રવાસ પર રાયબરેલી પહોંચ્યા છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પીએમ મોદીનો આ પ્રવાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે, પીએમ મોદી આજે સોનિયા ગાંધીના ગઢ રાયબરેલીને લગભગ 1100 કરોડ રૂપિયાની ભેટ આપશે. બીજી બાજુ પ્રયાગરાજ પ્રવાસમાં કુભને લઈ તૈયાર 366 કરોડ રૂપિયાની યોજનાઓ પણ જનતાને સમર્પિત કરશે, સાથે જ દેશમાં સૌથી ઓછા સમયમાં તૈયાર થયેલ ઈન્ટ્રીગ્રેડેડ કન્ટ્રોલ કમાન્ડ સેન્ટર અને સવિલ એયરપોર્ટ ટર્મિનલનું પણ લોકાર્પણ કરશે.

modi

રાયબરેલીમાં પીએણ નરેન્દ્ર મોદીએ 900મા કોચ અને હમસફર કોચને લીલી ઝંડી દેખાડી. સાથે જ 100 કોચની ક્ષમતાવાળી ફેક્ટ્રીમાં 1 વર્ષમાં બનેલ 900 કોચ, 480 કરોડની લાગતની ક્ષમતા વધારવા અને 2000 કોચ બનાવવાના ફેસલા પર રેલ મંત્રી પીયૂષ ગોયલે ધન્યવાદ આપ્યા. મોદીએ કહ્યું કે જે ફેક્ટર એક ડબ્બો બનાવવા માટે હતી, તેને ક્યારેય પૂરી ક્ષમતાથી કામ કરવા દેવામાં આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે પાછલી રકારોએ રાયબરેલીનો વિકાસ કર્યો જ નથી. વધુમાં વાયદો કર્યો કે 2022 સુધી તમામને પાકાં ઘર આપવાની કોશિશ કરશે. મોદીએ કહ્યું કે આજે હું એ ધરતી પર છું જેણે દેશના દરેક ક્ષેત્રમાં દિશા દેખાડી છે.

પીએમ મોદીએ વાયદો કર્યો કે આગલા બે વર્ષમાં 3000 નવા કોચ બનાવીશું. આ ફેક્ટરી 2007માં સ્વીકૃત થઈ હતી, ઉદ્દેશ્ય હતો કે વર્ષમાં 1000 કોચ બનાવવા. 2010માં આ કામ શરૂ થયું પરંતુ ચાર વર્ષ સુધી સુધી કપૂરથલાથી ડબ્બા લઈ પેંચ કસવા અને પેન્ટ કરવાનું કામ કરવામાં આવ્યું. દુનિયાની સૌથી મોટી કોચ ફેક્ટરી બનાવશું, રાયબરેલીને ફેક્ટ્રીથી દર વર્ષે 5000 કોચ બનાવવાનો લક્ષ્ય છે. ચાર વર્ષ સુધી 3 ટકા મશીનનો ઉપયોગ થયો, અમારી સરકાર બન્યાના ત્રણ મહિના બાદ જ પહેલો કોચ અહીંથી નીકળ્યો જે સંપૂર્ણ પણે અહિં જ બન્યો હતો. જો કોચ ફેક્ટરીની ક્ષમતા વધશે તો અહીંના યુવાઓ માટે દરેક પ્રકારનું રોજગાર વધશે, એ દિવસ વિશે વિચારો, જ્યારે અહીં દરરોજ 10-12 નવા કોચ બનવા લાગશે.

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે હું ઈચ્છીશ કે આગલા વર્ષે માર્ચ સુધીમાં આ ફેક્ટરીથી 1400 નવા કોચ બનવાનો લક્ષ્ય રાખવામાં આવશે. અમારી કોશિશ તેને 5000 કોચ સુધી લઈ જવાનો છે. પીએમ આવાસ યોજના અંતર્ગત સવા કરોડથી વધુ ઘરોનું નિર્માણ કરી લેવામાં આવ્યું છે. લોકોનો ચાવી પણ આપી દેવામાં આવી છે અને લોકો આગલી દિવાળી તેમના ઘરમાં મનાવશે. 2014 પહેલા અહીં સ્થાનિક વેપારીઓ પાસેથી આ ફેક્ટરી માટે કરોડથી પણ ઓછાનો સામાન ખરીદ્યો હતો, પણ અમારી સરકાર બન્યા બાદ અહીંના સ્થાનિક વેપારીઓ પાસેથી 125 કરોડથી પણ વધુનો સામાન ખરીદ્યો છે. અમારી સરકાર બન્યા બાદ 2016માં અમે 50,000 બુલેટપ્રૂફ જેકેટ ખરીદીને આપી દીધાં, આ વર્ષે એપ્રિલમાં 1,86,000 જેકેટનો ઓર્ડર આપવામાં આવ્યો જે ભારતની જ કંપની બનાવી રહી છે.

રાફેલ ડીલ પર સુબ્રમણ્યમ સ્વામીએ સવાલ ઉઠાવ્યો, પીએમ મોદીને કરી અપીલ

English summary
PM Narendra Modi is set to visit Rae Bareli on Sunday, his first trip to the traditional seat of the Gandhi family. He will also visit Prayagraj to review preparations for the Kumbh Mela to be held in the city next year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more