For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાંચીમાં બોલ્યા પીએમ મોદીઃ ગરીબોની યોજનાઓનુ લૉંચિંગ પેડ છે ઝારખંડ, આપી ઘણી ભેટ

ઝારખંડમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પીએમ મોદીએ આજે ગુરુવારે રાંચીમાં ચૂંટણી બ્યુગલ ફૂંકી દીધુ.

|
Google Oneindia Gujarati News

ઝારખંડમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પીએમ મોદીએ આજે ગુરુવારે રાંચીમાં ચૂંટણી બ્યુગલ ફૂંકી દીધુ. રાંચીમાં પીએમ મોદીએ ખેડૂત માનધન યોજના સહિત ઘણી વિકાસ યોજનાની શરૂઆત કરી. યોજનાની શરૂઆત કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમુક ખેડૂતોને પેન્શન કાર્ડ પણ સોંપ્યા. આમાં દેશના ઘણા રાજ્યોના ખેડૂત શામેલ રહ્યા. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ ઝારખંડની પોતાની અત્યાધુનિક વિધાનસભાનું ઉદઘાટન કર્યુ. વળી, સાહેબગંજ મલ્ટી મૉડલ ટર્મિનલનુ ઉદઘાટન કરીને ઝારખંડને આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડી દીધુ. પ્રધાનમંત્રી ત્રણ વર્ષમાં 462 એકલવ્ય આદર્શ નિવાસી વિદ્યાલયોની સ્થાપના સાથે જોડાયેલી યોજનાની શરૂઆત કરી, તો ઝારખંડ સચિવાલયનો શિલાન્યાસ પણ કર્યો.

pm modi

પેપરલેસ વિધાનસભા

39 એકરમાં 465 કરોડની કિંમતે દેશની પહેલી પેપરલેસ વિધાનસભા બનીને તૈયાર છે. ઉર્જા સંરક્ષણ, જળ સંરક્ષણ, વર્ષા જળ સંરક્ષણનુ ઉદાહરણ અને 60 ટકા હરિયાળી વચ્ચે ઈ-વિધાનસભાના દરેક ધારાસભ્ય પાસે લેપટૉપ હશે. 15 ટકા વિજળી પાર્કિંગ પર લાગેલા સોલર પેનલથી ઉત્પાદિત સૌર ઉર્જાથી પૂરી થશે. 57,220 વર્ગ મીટર ક્ષેત્રમાં બનેલા ભવન પર 37 મીટર ઉંચો ગુંબજ (દેશમાં પહેલો) અને ઝારખંડની કલા સંસ્કૃતિની ઝલક પોતાનામાં સમેટેલ છે. મુખ્ય ગુંબજ પર આદિવાસી સમાજની મૂળ અવધારણા જળ, જંગલ અને જમીનને સ્થાનિક સોહરાય ચિત્રકારીથી પ્રદર્શિત કરવામાં આવ્યુ છે. બે ભાગોમાં 162 સભ્યોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 22 મંત્રી કક્ષ, 17 વિધાનસભા સમિતિ કક્ષ, મુખ્ય સચેતક, વિધાનસભાના પદાધિકારીઓ, કર્મચારીઓ માટે માકૂલ પ્રબંધ કરવામાં આવ્યા છે.

પેન્શન યોજના

આ યોજના હેઠળ દોઢ કરોડ રૂપિયા વાર્ષિક ઓછામાં ઓછો વેપાર કરનાર બધા દુકાનદારો, છૂટક વેપારીઓ અને સ્વરોજગાર કરનારાનું રજિસ્ટ્રેશન થશે. 18થી 40 વર્ષની ઉંમરના દુકાનદાર આ યોજનાનો લાભ મેળવવા માટે દેશભરના 3.25 લાખ કૉમન સર્વિસ સેન્ટર પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે. 60 વર્ષની ઉંમર બાદ તેમને દર મહિને 3000 રૂપિયાનુ પેન્શન આપવામાં આવશે.

સચિવાલય

નવી વિધાનસભા ભવન સામે પૂર્વ અને પશ્ચિમ બ્લોકમાં નવુ સચિવાલય બનશે. આમાં મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, વિભાગો સાથે જોડાયેલ મંત્રી, સચિવ અને પદાધિકારી-કર્મચારી બેસશે. સરકારનુ કામકાજ અહીંથી સંચાલિત થશે. 23.60 લાખ વર્ગ ફૂટમાં બનનાર પૂર્વ અને પશ્ચિમ બ્લોકમાં જવા માટે અંડરપાસ હશે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર પોલિસે પ્રિયંકા ચોપડાને આપી 7 વર્ષની સજાની ધમકી? બનાવી રહી હતી મોટો પ્લાન!આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર પોલિસે પ્રિયંકા ચોપડાને આપી 7 વર્ષની સજાની ધમકી? બનાવી રહી હતી મોટો પ્લાન!

English summary
PM Narendra Modi launches pension schemes, inaugurate new Assembly building in Ranchi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X