મન કી બાત: "GSTને હું ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ કહું છું"

Written By:
Subscribe to Oneindia News

નરેન્દ્ર મોદીએ રવિવારે 34મી વાર 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કર્યો હતો. ગત વખતે આ કાર્યક્રમમાં પીએમ મોદીએ વરસાદ, ભગવાન જગન્નાથની રથયાત્રા, શૌચાલય બનાવવા વગેરે જેવા મુદ્દા અંગે વાતો કરી હતી. દેશવાસીઓ હંમેશા આ ક્રાર્યક્રમ સાંભળવા માટે આતુર રહે છે. આ કાર્યક્રમની શરૂઆત 3 ઓક્ટોબર, 2014ના રોજ થઇ હતી. આ કાર્યક્રમ અત્યાર સુધીમાં 33 વાર બ્રોડકાસ્ટ થઇ ચૂક્યો છે અને આ તેની 34મી આવૃત્તિ છે. અત્યાર સુધીમાં આ પ્રોગ્રામથી ઑલ ઇન્ડિયા રેડિયો(AIR)ને લગભગ 10 કરોડ રૂપિયાની કમાણી થઇ છે.

pm modi mann ki baat

સંબોધનના મુખ્ય અંશો:

 • આજે દરેક ક્ષેત્રમાં દેશની દિકરીઓ આગળ વધી રહી છે, દેશનું ગૌરવ વધારી રહી છે
 • હાલમાં જ ક્રિકેટ ટીમની દિકરીઓને મળવાની તક મળી હતી. તેમને વસવસો હતો કે તેઓ ક્રિકેટ વિશ્વ કપ ન જીતી શક્યાં.
 • આ વખતે પહેલીવાર એવું થયું છે કે, તેઓ ફાઇનલ ના જીતી શકી, તેમ છતાં દેશની જનતાએ તેમને ખૂબ પ્રેમ આપ્યો.
 • મેં તેમને કહ્યું કે, તમે મેચ ભલે ન જીત્યાં, પરંતુ દેશવાસીઓને જીતી લીધા છે
 • ઓગસ્ટ માસ તહેવારોનો પણ માસ છે, રક્ષાબંધન, ગણેશ ચતુર્થી જેવા તહેવારો ઉજવવાની તૈયારીઓ થઇ રહી છે
 • ગણેશ ઉત્સવનું આપણે ત્યાં ખૂબ મહત્વ છે, આ વર્ષ સાર્વજનિક ગણેશોત્સવનું 125મું વર્ષ છે. આ ઉત્સવ લોકમાન્ય તિલકજીએ શરૂ કર્યો હતો
 • આ ઉત્સવમાં ગણેશજીની મૂર્તિ અંગે મારા કરતાં દેશના કેટલાક નાગરિકો વધુ જાગૃત છે, જે વાતની મને ખુશી છે
 • આ વર્ષે મને દેશના કેટલાક નાગરિકો દ્વારા ખાસ વિનંતી કરવામાં આવી છે કે, હું લોકોને ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ લેવાની ભલામણ કરું
 • આપણે ત્યાં આ તહેવારની ઉજવણી થોડી વહેલી શરૂ થાય છે, આથી નગારિકોએ મને બને એટલી જલ્દી આ વાત દેશના વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનું કહ્યું હતું
 • આથી હું આપણા તમામ દેશવાસીઓને પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખી ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ લાવવાની ભલામણ કરું છું
 • આજ-કાલ તો હોમ-મેડ રાખડીઓનો પણ ટ્રેન્ડ નીકળ્યો છે, આની સાથે ગરીબોનો રોજગાર જોડાયેલો છે, એ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે.
 • આપણા તહેવારો અને ઉત્સવો માત્ર આનંદ-પ્રમોદ માટે નથી, આ સામાજિક સુધારાનું એક અભિયાન પણ છે
 • આ તહેવારોને ગરીબોની આર્થિક જિંદગી સાથે સીધો સંબંધ છે, તહેવારોમાં તેમને રોજગારી નવી તકો મળે છે
 • ઓગસ્ટ માસ સ્વતંત્રતા સંગ્રામને લઇને ખૂબ મહત્વનો છે, આ ક્રાંતિનો માસ છે. આ મહિનામાં આઝાદીના આંદોલનની અનેક તારીખો આવે છે
 • 9 ઓગસ્ટના રોજ ભારત છોડો આંદોલનનું આહ્વાન થયું હતું, મહાત્મા ગાંધીના આહ્વાન પર લાખો ભારતવાસીઓએ પોતાનું જીવન આ સંઘર્ષ અને આઝાદીની લડાઇને સમર્પિત કર્યું હતું
 • ભારત છોડો આંદોલનનું બિગુલ ચોતરફ વાગ્યું અને આખરે અંગ્રેજોએ ભારત છોડવું પડ્યું હતું
 • 9 ઓગસ્ટ, 1942માં આ આંદોલન શરૂ થયું હતું, 1942થી 1947 સુધીના પાંચ વર્ષો નિર્ણાયક રહ્યા હતા
 • આ વર્ષે 9 ઓગસ્ટના રોજ આ આંદોલનને 75 વર્ષ પૂરા થાય છે, જે યાદ રાખતાં 15 ઓગસ્ટના રોજ આપણે સંકલ્પ લઇશું કે, ભારતને ગરીબી, ભ્રષ્ટાચાર, સામ્રાજ્યવાદ વગેરેમાંથી મુક્તિ આપાવીશું
 • વર્ષ 2017થી 2022 આ સંકલ્પ સિદ્ધિના વર્ષો છે, વર્ષ 2017ને સંકલ્પ વર્ષના રૂપમાં મનાવીશું, તો વર્ષ 2022માં જ્યારે આઝાદીને 75 વર્ષ પૂરાં થશે ત્યાં સુધીમાં સફળતા મળશે
 • ખરો સ્વતંત્રતા સંગ્રામ તો વર્ષ 1857થી શરૂ થયો હતો, જે 1947 સુધી કોઇને કોઇ રૂપમાં ચાલુ રહ્યો હતો
 • અસહયોગ આંદોલન અને ભારત છોડો આંદોલનમાં મહાત્મા ગાંધીના બે અલગ-અલગ રૂપો જોવા મળ્યા હતા
 • મને મારા 15 ઓગસ્ટના છેલ્લા ત્રણ વર્ષના ભાષણ માટે એક ફરિયાદ મળી છે, મારું ભાષણ ઘણું લાંબુ થઇ જાય છે
 • આ વખતે હું મારું ભાષણ ટૂંકુ કરવાનો પ્રયત્ન કરીશ, 15 ઓગસ્ટના ભાષણ અંગે તમારા વિચારો મને મોકલો
 • જીએસટી માત્ર એક ટેક્સ રિફોર્મ નહીં, ભારતની સામૂહિક શક્તિનું ઉદાહરણ છે. આખી દુનિયા તેનું અધ્યયન કરશે
 • જીએસટી લાગુ કરવામાં દરેક રાજ્ય સરકારની ભાગીદારી અને જવાબદારી
 • જીએસટી દ્વારા ગરીબોની થાળી પર કોઇ ભાર ન પડે
 • જીએસટીથી ગ્રાહકોનો વેપારીઓ પરનો વિશ્વાસ વધ્યો છે, આર્થિક વ્યવસ્થા પર સકારાત્મક અસર થઇ છે
 • જીએસટીને ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ કહું છું, ખૂબ ઓછા સમયમાં ઘણી હકારાત્મક અસર જોવા મળી છે
 • પ્રકૃતિ આપણને પાળી-પોષીને મોટા કરે છે, ક્યારેક પ્રકૃતિમાં આવેલ પરિવર્તનથી નુકસાન થાય છે
 • વર્ષા જ્યારે વિકરાષ રૂપ ધારણ કરે ત્યારે ખ્યાલ આવે છે કે, પાણીમાં વિનાશ સર્જવાની કેટલી તાકાત છે
 • પ્રકૃતિનું ભીષણ સ્વરૂપ જેમ કે, પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ જાય છે, ખાસ કરીને ખેડૂતોને મોટું નુકસાન થાય છે
 • હાલ ભારતના અનેક વિસ્તારો પૂરની અસર હેઠળ છે, આ પરિસ્થિતિનું પૂરું મોનિટરિંગ થઇ રહ્યું છે
 • પૂરથી થયેલ વળતરના નુકસાન માટે યોજના બનાવવામાં આવી છે, વીમા કંપનીઓને એક્ટિવ કરવાની યોજના બનાવવામાં આવી છે
 • પૂર અસરગ્રસ્તોની મદદના પૂરા પ્રયત્નો થઇ રહ્યાં છે, જ્યાં પહોંચી શકાય ત્યાં અમારા અધિકારીઓ પહોંચી રહ્યા છે
 • મોસમના પૂર્વાનુમાન અનુસાર, કાર્યોની યોજના બનાવવાની આદત રાખી શકાય, ટેક્નોલોજી એટલી આગળ વધી છે કે, હવામાનનું લગભગ ચોક્કસ અનુમાન લગાવી શકાય છે
 • મન કી બાત કાર્યક્રમ અંગે મારા કરતાં વધુ તૈયારી જનતા કરે છે

કાર્યક્રમ અંગેની ખાસ વાતો:

 • વડાપ્રધાન કાર્યાલય, સૂચના અને પ્રસારણ વિભાગ તથા ડીડી ન્યૂઝના યૂ-ટ્યૂબ ચેનલ પર પણ આ કાર્યક્રમ ઉપલબ્ધ રહેશે.
 • કાર્યક્રમના હિંદી પ્રસારણના તુરંત બાદ આકાશવાણી દ્વારા ક્ષેત્રીય ભાષાઓમાં પણ આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે.
 • રાત્રે 8 વાગે આ કાર્યક્રમ ક્ષેત્રીય ભાષાઓમાં ફરી સાંભળી શકાશે.
English summary
PM Narendra Modi addressed the nation in Mann Ki Baat for the 34th time.
Please Wait while comments are loading...