For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ રહ્યો મોસ્ટ ટ્રેન્ડિંગ

ટ્વીટર ઇન્ડિયાએ જાહેર કર્યા 2017ના ટોપ 10 હેશટેગ પહેલા નંબર પર છે #Mannkibaat આ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

કેન્દ્રની મોદી સરકારને 3 વર્ષથી વધુ સમય થઇ ચૂક્યા છે, પરંતુ પીએમ નરેન્દ્ર મોદીનો ક્રેઝ હજુ પણ યથાવત છે. તેમનો રેડિયો કાર્યક્રમ મન કી બાત આ વર્ષે પણ હિટ રહ્યો છે અને સૌથી વધુ ટ્રેન્ડિંગ હેશટેગ પણ રહ્યો છે. ટ્વીટર દ્વારા ભારતમાં આ વર્ષના ટોપ 10 ટ્રેન્ડિંગ હેશટેગની યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર, #Mannkibaat બાદ #jallikatu અને #GST સૌથી વધુ ટ્રેન્ડિંગ ટેગ રહ્યા છે. આ વર્ષે દેશમાં જે હેશટેગનો દબદબો રહ્યો એ છે #Mannkibaat. ટ્વીટર ઇન્ડિયાએ આ ટેગને વર્ષનું મોસ્ટ ટ્રેન્ડિંગ હેશટેગ ગણાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિને વર્ષના છેલ્લા રવિવારે રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા જનસભાનું સંબોધન કરે છે અને દેશનો પોતાનો સંદેશો આપે છે. દેશવાસીઓ આ કાર્યક્રમને ખૂબ પસંદ પણ કરે છે

narendra modi

એ પછી સૌથી વધુ ટ્રેન્ડ કરતા હેશટેગ છે #jallikatu અને #GST. જીએસટી આ જ વર્ષ લાગુ થયો છે, ગુજરાત ચૂંટણીમાં મહત્વનો મુદ્દો રહ્યો છે અને એમાં અનેક ફેરફાર પણ કરવામાં આવ્યા છે, તો બીજી બાજુ જલ્લીકટ્ટુનો મુદ્દો પણ લગભગ આખું વર્ષ છવાયેલો રહ્યો છે. મુંબઇમાં થયેલ ભારે વરસાદને પરિણામે #MumbaiRains ટેગ પણ ટ્રેન્ડમાં રહ્યું હતું. ટ્રિપલ તલાકને ગેરકાયદેસર ઘોષિત કરતા સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ #TripleTalaq એ પણ ટોપ 5માં પોતાની જગ્યા બનાવી છે. આ સિવાય #Demonetisation, #SwachhBharat, #UttarPradesh, #GujaratElections અને #Aadhaar હેશટેગ ટોપ 10માં રહ્યા છે.

English summary
PM Narendra Modis Mann Ki Baat is the most trending hashtag on Twitter this year, followed by Jallikattu and GST.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X