PM મોદીની મંત્રીપરિષદ સાથે આજે મહત્વની બેઠક, 5 રાજ્યોની ચૂંટણી પર થઈ શકે છે ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મંત્રી મંડળની એક મહત્વની બેઠક કરશે.
નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસની સ્થિતિ, ઓમિક્રૉન વેરિઅંટના વધતા કેસો અને પાંચ રાજ્યોમાં આવતા વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મંત્રી મંડળની એક મહત્વની બેઠક કરશે. બેઠકમાં કેન્દ્ર સરકારના બધા મંત્રીઓ ભાગ લેવાની અપેક્ષા છે અને પાંચે રાજ્યોમાં મુખ્ય રીતે પંજાબ અને યુપીને લઈને વાતચીત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હમણાં હાલમાં જ ગુરુવારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના વાયરસની સ્થિતિને લઈને અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી જેમાં ઓમિક્રૉન વેરિઅંટથી બચાવ માટે અમુક જરુરી દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે દેશમાં આવતા વર્ષે પાંચ રાજ્યો - ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ગોવા અને પંજાબમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. હાલમાં જ આ પાંચે રાજ્યોમાં ચૂંટણી ટાળવાની ચર્ચા એ વખતે ગરમાઈ ગઈ જ્યારે અલાહાબાદ હાઈકોર્ટે પોતાની એક ટિપ્પણીમાં કહ્યુ કે કોરોના વાયરસની વર્તમાન સ્થિતિને જોતા હાલમાં વિધાનસભા ચૂંટણી થોડા સમય માટે સ્થગિત કરી દેવી જોઈએ. હાઈકોર્ટની આ ટિપ્પણી વચ્ચે ચૂંટણી પંચની ટીમ અલગ-અલગ રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી રહી છે જે હેઠળ મંગળવારે ચૂંટણી પંચની ટીમ ઉત્તર પ્રદેશના ત્રણ દિવસીય પ્રવાસ પર પહોંચી.
આવતા અમુક દિવસોમાં આવી શકે છે મહામારીની ત્રીજી લહેરઃ રિપોર્ટ
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. મંગળવાર સુધી દેશના 21 રાજ્યોમાં ઓમિક્રૉનથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 653 સુધી પહોંચી ગઈ હતી. જેમાં મહારાષ્ટ્ર અને દિલ્લીમાં સૌથી વધુ કેસ નોંધવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રૉન વેરિઅંટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 167 અને દિલ્લીમાં 165 છે. જો કે આમાંથી અત્યાર સુધી 186 દર્દી રિકવર પણ થઈ ચૂક્યા છે. આ દરમિયાન બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં મંગળવારે દાવો કરવામાં આવ્યો કે ભારતમાં કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેર આવતા અમુક દિવસોમાં દેખાઈ શકે છે પરંતુ તેનો સમય ઘણો ઓછો રહેશે.












Click it and Unblock the Notifications
