Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નરેન્દ્ર મોદીના જાપાન પ્રવાસ વિશેની ખાસ 7 વાતો

જાપાન યાત્રા-વાજતે ગાજતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન માટે રવાના થયા, શિંજો આબે સાથે બેસીને બંને દેશો વચ્ચે દ્રિપક્ષીય વાર્તાને અંજામ આપ્યો. જો થોડા પાછળ જઇએ તો મોદી ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં 2007 અને 2012માં જાપાનની યાત્રા કરી ચૂક્યાં છે.

આજની પરિસ્થિતી જોતાં તેમની આ યાત્રા ઘણા પ્રકારે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. આ પહેલાં તે નેપાળની સાથે તાલમેળ બેસાડવાની પહેલ કરી ચૂક્યાં છે. પોતાની પ્રથમ દ્રિપક્ષીય વાર્તાને લઇને મોદી સરકાર એકદમ સર્તક છે.

રોકાણ, વિકાસ જેવી નીતિઓને જાપાન સાથે શેર કરી દેશની નીતિઓને સફળ બનાવવાની મહત્વાકાંક્ષી યોજના છે. સ્લાઇડર ફેરવો અને જાણો કયા-કયા કારણોએ મહત્વપૂર્ણ બનાવી દિધી નરેન્દ્ર મોદીની જાપાન યાત્રા-

પરમાણું કરાર

પરમાણું કરાર

જ્યાં સુધી જાપાન સાથે પરમાણું કરારની વાત છે, તેને લઇને જાપાનમાં ખૂબ નાપસંદગી છે. જાપાનની ગઠબંધનવાળી પાર્ટી કોમિતો પરમાણું ઉર્જાને લઇને સખત વિરૂદ્ધ છે. જનધારણા પર ધ્યાન આપીએ તો સામાન્ય માણસો પરમાણું ઉર્જા ઇચ્છતા નથી. જાપાનમાં વર્ષ 2011માં ફુફુશિમામાં થનાર પરમાણું દુર્ઘટના હજુ સુધી હદયમાં ધકધકે છે. જાપાન-ભારત વચ્ચે બનેલી આ ખાઇને પુરવી બંને દેશો માટે ખૂબ જ મુશ્કેલ રહેશે.

 ચીન બેચેન?

ચીન બેચેન?

ગત આંકડાઓમાં જઇએ તો 2012માં પદ સંભાળ્યા બાદ આબેએ ચીનના રાષ્ટ્રપતિ સાથે ઔપચારિક વાતચીત કરી નથી. માનવામાં આવે છે કે નરેન્દ્ર મોદી અને આબે વચ્ચે સારા વ્યક્તિગત સંબંધ છે. ચીન માટે મોદી-આબેની મિત્રતા માથા પર લકીર તાણી શકે છે.

એકબીજાની જરૂરિયાત

એકબીજાની જરૂરિયાત

જો અર્થવ્યવસ્થાની વાત કરીએ તો અત્યારે જાપાની અર્થવ્યવસ્થાની સ્થિતી સારી નથી. ભારતની અર્થવ્યવસ્થા પણ ખૂબ સારી નથી. આર્થિક વિશ્લેષકોનું માનીએ તો જાપાન એ સ્થિતીમાં નથી જે દસ વર્ષ પહેલાં હતું.

 હાર્ડ કોર

હાર્ડ કોર

જાપાનની કંપનીઓની મોટી સંખ્યા ભારતમાં વેપાર કરી રહી છે, પરંતુ કદાચ ભારતીય કંપનીઓ જાપાનમાં વેપારના લાભોનો ભરપૂર ફાયદો ઉઠાવી શકતી નથી. જાપાનમાં ઘણી ટેક્નોલોજી કંપની છે, અહીં તે વ્યવસાય કરી શકતી નથી, કારણ કે તે હાઇ એંડ વેપાર કરવા માંગે છે અને લો એંડ વેપાર ચીનને હસ્તાંતરિત થઇ જાય છે.

 ડિફેંસને ડિફેંડ

ડિફેંસને ડિફેંડ

એક વિજન એ પણ છે કે નૌસેનાના આધુનિકરણમાં જાપાન, ભારતની મદદ કરી શકે છે. જાપાનમાં આ સંબંધમાં કાયદો પાસ થઇ ગયો છે તો જાપાન ભારતને નિર્યાત પણ કરી શકે છે. એવામાં બંને એકબીજાના પૂરક સાબિત થશે.

 મદદગાર છે જાપાન

મદદગાર છે જાપાન

સ્ટર્ન ફ્રેટ કૉરિડોર હોય કે પછી દિલ્હી-મુંબઇ ઇંડસ્ટ્રિયલ કૉરિડોર કે પછી દિલ્હી અને બેંગ્લોર મેટ્રો રેલ પ્રોજેક્ટ. બધા જાપાનની મદદથી બની રહ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે જાપાન દ્વારા જો ફંડ મળે છે તો સ્માર્ટ સિટી, રેલવે, સોલાર અને ગંગાને સાફ કરવાને યોજનાઓની સાથે જ બુલેટ ટ્રેનના પૈડ ભારતીય જમીન દોડી શકે છે.

 ભારતમાં છે જાપાન

ભારતમાં છે જાપાન

અત્યારના સમયમાં ઘણા જાપાની કંપનીઓ જેમ કે ડોકોમો, સુઝુકી, દાયચી સૈંકો, ટોયોટો વધુ ફાયદો રળી રહી છે. આ જાપાની કંપનીઓને પોતાનું ભવિષ્ય ભારતમાં ઉજ્જવળ દેખાઇ રહ્યું છે. આ પહેલની સાથે ભારતીય કંપનીઓમાં પણ જાપાન પાસેથી લાભની આશા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X