પીએમ મોદીએ સેના સાથે દિવાળી ઉજવી, જવાનોના હાથે મિઠાઇ ખાધી

Subscribe to Oneindia News

એલઓસી અને પાકિસ્તાન નજીકની આંતરરાષ્ટ્રીય સીમા પર વધતા તણાવ વચ્ચે પીએમ મોદી સેનાના જવાનોનું મનોબળ વધારવા માટે હિમાચલના કિન્નોર જિલ્લામાં પહોંચ્યા છે. પીએમ મોદીએ અહીં આઇટીબીપી, ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી મનાવી અને મિઠાઇઓ ખાધી. મોદીનો આ પ્રવાસ પહેલેથી જ આયોજિત હતો. પીએમ લગભગ એક કલાક સુધી જવાનો સાથે રહ્યા.

modi diwali

આ દરમિયાન પીએમ મોદીએ ચાંગો ગામના લોકોની પણ મુલાકાત લીધી. આ ગામ સુમડો પાસે આવેલુ છે. જો કે પીએમ મોદીનું ગામલોકોને મળવાનું કોઇ આયોજન નહોતુ કર્યુ. મોદીએ વચ્ચે જ કાફલો રોકાવ્યો અને અચાનક ગામલોકોની મુલાકાત લીધી. તેમણે ગામલોકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી.


2014 માં સિયાચીનમાં મનાવી હતી દિવાળી


આવુ પહેલી વાર નથી બન્યુ કે પીએમ મોદીએ સેના સાથે દિવાળી મનાવી હોય. પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી દર વર્ષે સેના સાથે દિવાળી મનાવતા આવ્યા છે. ગયા વર્ષે તેમણે અમૃતસરના ખાસામાં ડોગરાઇ વોર મેમોરિયલનો પ્રવાસ કર્યો હતો. વર્ષ 2014 માં મોદીએ સિયાચીનમાં જવાનો સાથે દિવાળી મનાવી હતી. અહીં દુનિયામાં સૌથી વધુ ઉચાઇ પર આર્મી પોસ્ટ છે.

English summary
PM Narendra Modi on Sunday celebrated Diwali with jawans of the ITBP, Indian Army and Dogra Scouts in Kinnaur district of Himachal Pradesh.
Please Wait while comments are loading...