For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રધાનમંત્રી મોદીએ પહાડી પોષાક પહેરીને બાબા કેદારનાથની કરી પૂજા-અર્ચના, જુઓ Video

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઉત્તરાખંડમાં પહોંચીને બાબા કેદારનાથના દર્શન કર્યા.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઉત્તરાખંડમાં પહોંચીને બાબા કેદારનાથના દર્શન કર્યા. અહીં તેમણે પૂજા-અર્ચના કરી અને ભગવાન ભોલેનાથ પર રુદ્રાભિષેક પણ કર્યો. આ દરમિયાન પીએમ મોદી પહાડી પોષાકમાં જોવા મળ્યા જેની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. માહિતી મુજબ વડાપ્રધાન મોદીએ જ પોષાક પહેર્યો છે તે હિમાચલનો લોકપ્રિય ચોલા ડોરા ડ્રેસ છે. આ પોષાક તેમને ચંબાની મહિલાઓએ ભેટ આપ્યો હતો જેને પહેરીને પીએમ મોદી કેદારનાથ પહોંચ્યા.

pm modi

પીએમ મોદી દેહરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર પહોંચ્યા. જ્યાં તેમનું સ્વાગત સીએમ પુષ્કર સિંહ ધામી અને રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ગુરમીત સિંહે કર્યુ. પ્રધાનમંત્રી મોદી સાથે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ કેદારનાથ ધામ પહોંચ્યા હતા. પીએમ મોદીએ પહેલા બાબા કેદારના દર્શન કર્યા અને પછી આદિ ગુરુ શંકરાચાર્યની સમાધિ પર પહોંચ્યા. જ્યાં તેમણે આદિ ગુરુ શંકરાચાર્યને નમન કર્યા હતા. આ સમાધિ કેદારનાથ મંદિરની પાછળ આવેલી છે જેનુ નિર્માણ ગયા વર્ષે જ થયુ હતુ. તમને જણાવી દઈએ કે છેલ્લા આઠ વર્ષમાં પીએમ મોદી છઠ્ઠી વખત કેદારનાથ ધામ પહોંચ્યા છે.

પીએમ સૌથી પહેલા દેહરાદૂનના જાલી ગ્રાન્ટ એરપોર્ટ પહોંચ્યા, ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ પહોંચ્યા. તેમની આ મુલાકાત બે દિવસની છે. પીએમ મોદી કેદારનાથ ધામના દર્શન કર્યા બાદ બદ્રીનાથ ધામ જવા રવાના થશે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કેદારનાથ મંદિરની બહાર તેમને મળવા આવેલા લોકોને શુભેચ્છા પાઠવી હતી. મોદી કેદારનાથના પુનઃનિર્માણ કાર્યમાં લાગેલા કામદારોને પણ મળ્યા અને તેમની સાથે વાતચીત કરી. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ મંદાકિની આસ્થા પથ અને સરસ્વતી આસ્થા પથ પર ચાલી રહેલા વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી.

તમને જણાવી દઈએ કે કેદારનાથ ખાતેનો રોપવે લગભગ 9.7 કિમી લાંબો હશે અને ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે. બંને સ્થળો વચ્ચેનો પ્રવાસ સમય હાલના 6-7 કલાકથી ઘટાડીને લગભગ 30 મિનિટ થઈ જશે. હેમકુંડ રોપવે ગોવિંદઘાટને હેમકુંડ સાહેબ સાથે જોડશે. તે લગભગ 12.4 કિમી લાંબો હશે અને મુસાફરીનો સમય એક દિવસથી ઘટાડીને માત્ર 45 મિનિટ કરી દેશે. આ રોપવે ખંગારિયાને પણ જોડશે જે વેલી ઑફ ફ્લાવર્સ નેશનલ પાર્કનુ પ્રવેશદ્વાર છે.

English summary
PM Narendra Modi performs 'puja' at the Kedarnath Dham, wears himachali dress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X