ઇઝરાયલ અને ભારતની મિત્રતાની નવી સવાર: ઇઝરાયલPM

Written By:
Subscribe to Oneindia News

ઇઝરાયલની વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હાલ છ દિવસના ભારતના પ્રવાસે છે. તેઓ રવિવારે બપોરે ભારત આવી પહોંચ્યા હતા અને સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સરકારના ઘણા કેબિનેટ મંત્રીઓ હાજર હતા. આ પ્રસંગે ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ કહ્યું કે, આ ભારત અને ઇઝરાયલ વચ્ચેની મિત્રતાના નવા યુગની સવાર છે. સ્વાગત સમારંભ બાદ પીએમ નેતન્યાહૂએ રાજઘાટ જઇ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી અને આ દરમિયાન તેમના પત્ની પણ તેમની સાથે હતા.

Israel

બંને દેશોનો ઉત્સાહ અનન્ય

સ્વાગત સમારંભ બાદ મીડિયા સાથે વાત કરતાં પીએમ બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, આજે ઇઝરાયલ અને ભારતની મધ્ય મિત્રતાની એક નવી સવાર થઇ છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઐતિહાસિક ઇઝરાયલ મુલાકાત બાદ બંને દેશો વચ્ચે પરપસ્પર સંબંધોને લઇ અનેરો ઉત્સાહ છે. આ ઉત્સાહ મારી ભારત યાત્રા, મારી પત્ની અને ઇઝરાયલના લોકો સાથે જળવાયો છે અને આગળ વધ્યો છે. આ યાત્રા અમારા લોકો માટે શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ લાવવા માટે એક મજબૂત ભાગીદારીનો શુભારંભ છે.

એક મતથી નહીં તૂટે મિત્રતા

આ પહેલાં રવિવારે બેન્જામિન નેતન્યાહૂએ ભારત અને ઇઝરાયલને ખાસ મિત્રો ગણાવતા કહ્યું કે, બંને દેશોના નાગરિકો અને નેતાઓ વચ્ચે ઘણા સારા સંબંધ છે અને આ સંબંધ સંયુક્ત રાષ્ટ્રમાં કરેલ એક મતથી તૂટે એમ નથી. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલ વિરુદ્ધ મત કર્યો હતો. એ પછી એક ઇન્ટરવ્યુમાં બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, ભારતે જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં યેરુશલમને ઇઝરાયલ બનાવવાના અમેરિકન પ્રસ્તાવ વિરુદ્ધ મત આપ્યો ત્યારે હું થોડો નિરાશ ચોક્કસ થયો હતો, પરંતુ એક મતથી કંઇ નથી થતું. ભારત અને ઇઝરાયલની મિત્રતા યથાવત રહેશે.

English summary
PM Narendra Modi and PM Benjamin Netanyahu at ceremonial reception at Rashtrapati Bhawan in Delhi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.