અમેરિકા પહોંચ્યા PM મોદી, ટ્રંપે કંઇક આ રીતે કર્યું સ્વાગત..

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોની પોતાની યાત્રાના પહેલા ચરણમાં પોર્ટુગલ પહોંચ્યા હતા અને ત્યાંથી રવિવારે સવારે અમેરિકા પહોંચ્યા છે. પીએમ મોદીનું વિમાન રવિવારે સવારે વૉશિંગટનની ધરતી પર ઉતર્યું હતું, અહીં થોડી વાર આરામ કર્યા બાદ તેઓ અનેક કાર્યક્રમોમાં ભાગ લેનાર છે.

pm modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચે એ પહેલાં જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે તેમના સ્વાગતમાં ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં તેમણે વડાપ્રધાન મોદીને 'સાચા મિત્ર' ગણાવ્યા હતા.

આ પહેલાં વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ સીન સ્પાઇસરે કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વચ્ચે પહેલી બેઠક આંતકવાદ-રોધી સહયોગ અને ભારતીય-પ્રશાંત ક્ષેત્રના સહયોગ પર કેન્દ્રિત હશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સોમવારે આ બંન્ને નેતાઓ વચ્ચે 'ઠોસ' ચર્ચા થશે. નોંધનીય છે કે, ડોનાલ્ડ ટ્રંપના રાષ્ટ્રપતિ બન્યા બાદ પીએમ મોદી પ્રથમવાર અમેરિકાના પ્રવાસે છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે નવી દિલ્હીથી ત્રણ દેશો - પોર્ટુગલ, અમેરિકા અને નેધરલેંડ્સની મુલાકાત માટે નીકળ્યા હતા. તેઓ શનિવારે પોર્ટુગલ પહોંચ્યા હતા, ત્યાર બાદ રવિવારે અમેરિકા પહોંચ્યા છે અને છેલ્લે તેઓ નેધરલેંડ્સની મુલાકાત લેશે.

English summary
Prime Minister Narendra Modi on Sunday arrived in Washington DC, as part of his three-nations tour, after a brief visit to Portugal.
Please Wait while comments are loading...