CMને સ્વાગત કરવાથી કેમ રોકવામાં આવ્યા તેના પર PM મોદીએ કહ્યુ - મને ખબર નહોતી કે હું બેંગલુરુ ક્યારે પહોંચીશ...

PM Modi ISRO visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (26 ઓગસ્ટ) સવારે બેંગલુરુમાં ઈસરોના મુખ્યાલય પહોંચ્યા છે. પીએમ મોદી અહીં ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈસરોની ટીમના વૈજ્ઞાનિકોને મળ્યા હતા. પીએમ મોદી દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની મુલાકાત પૂર્ણ કર્યા પછી તરત જ બેંગલુરુ પહોંચ્યા હતા.

પીએમ મોદીની આ મુલાકાતને લઈને કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે પ્રોટોકોલની વિરુદ્ધ જઈને સીએમને એરપોર્ટ પર તેમનું સ્વાગત કરતા રોકવામાં આવ્યા છે.

pm modi

હવે જ્યારે પીએમ મોદીએ બેંગલુરુના એચએએલ એરપોર્ટથી બહાર આવીને બીજેપી કાર્યકર્તાઓ અને લોકોને સંબોધિત કર્યા, ત્યારે તેમણે જણાવ્યુ કે તેમણે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અને રાજ્યપાલને કેમ ના બોલાવ્યા.

પીએમ મોદીએ કહ્યું, "મારે દૂરથી આવવાનુ હોવાથી, મને ખબર ન હતી કે હું ક્યારે બેંગલુરુ પહોંચીશ, તેથી મે સીએમ, ડેપ્યુટી સીએમ અને રાજ્યપાલને આટલી જલ્દી પરેશાન ન કરવા વિનંતી કરી હતી. મેં તેમને કહ્યું કે વહેલી સવારે પરેશાન ન થાઓ, હું વૈજ્ઞાનિકોને સલામ કરીને નીકળી જઈશ.''

પીએમ મોદીએ વધુમાં કહ્યું, "હું ચોક્કસ થોડા સમય પછી કર્ણાટક આવીશ. મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રી પ્રોટોકોલનું પાલન જરુર કરે. પરંતુ આ વખતે તેમણે સહકાર આપ્યો. આ માટે હું તેમનો આભાર વ્યક્ત કરું છું.''

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X