‘5 વાગે ઉઠી કચરા-પોતા કરી બધાની ચા બનાવતો, પૌઆ-ખિચડી બનાવવી આજે પણ ગમે'

પીએમ મોદીએ ઈન્ડિયા ટુડે અને આજ તકને પોતાનો ઈન્ટરવ્યુ આપ્યો. આ દરમિયાન પીએમે પોતાની પર્સનલ જીંદગી વિશે ઘણી વાતો શેર કરી.

લોકસભા ચૂંટણી 2019 માટે 3 તબક્કાના મતદાન કરવામાં આવી ચૂક્યુ છે. વળી, હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અલગ અલગ ટીવી ચેનલોને પોતાનો ઈન્ટરવ્યુ આપી રહ્યા છે. હાલમાં જ તેમણે ઈન્ડિયા ટુડે અને આજ તકને પોતાનો ઈન્ટરવ્યુ આપ્યો. આ દરમિયાન પીએમે પોતાની પર્સનલ જીંદગી વિશે ઘણી વાતો શેર કરી. પોતાની સાથે જોડાયેલી એવી ઘણી વાતો પીએમને જણાવી જે કદાચ કોઈને ખબર નહિ હોય.

‘આજે પણ પોતાનું ભોજન બનાવી શકુ છુ'

‘આજે પણ પોતાનું ભોજન બનાવી શકુ છુ'

આ ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ પોતાની પર્સનલ લાઈફ પર ખુલીને વાત કરતા કહ્યુ કે - ‘મારી એ આદત છે કે જ્યાં પણ જઉ છુ ડૂબી જાઉ છુ. હું ક્યારેય બંધનોમાં નથી રહ્યો. કોઈ વિશ્વાસ નહિ કરે પરંતુ મે પૂરા 35 વર્ષ સુધી ભિક્ષા માંગીને ખાધી છે. ખરેખર આ વાત કોઈને ગળે નહિ ઉતરે. આજે પણ પોતાનું ભોજન બનાવીને ખઈ શકુ છુ. ક્યારેક પાર્ટીના કામથી મોડો આવુ તો ખિચડી બનાવીને ખઈ લેતો હતો.'

‘32 વર્ષમાં એક વાર પિતાના નિધન પર ઘરે આવ્યો'

‘32 વર્ષમાં એક વાર પિતાના નિધન પર ઘરે આવ્યો'

પીએમ મોદીએ જણાવ્યુ કે ગુજરાતથી નીકળીને મારા જીવનની સફર શરૂ થઈ. જ્યારે મે ઘર છોડ્યુ ત્યારે 32 વર્ષ સુધી ઘરે પાછો નહોતો ગયો. માત્ર પિતાજીના નિધન પર એક વાર ઘરે આવ્યો હતો. ત્યારે તેમના અંતિમ સંસ્કાર કર્યા. આ દરમિયાન પાર્ટી (ભાજપ) એ જણાવ્યુ કે મારે ક્યાંક બીજે જવાનુ છે. બસ પછી શું હતુ? મે પોતાની ઝોળી ઉઠાવી અને ચાલી પડ્યો. ત્યાં 5 વર્ષ સુધી રહ્યો.

‘કચરા-પોતા કરતો, ચા બનાવતો હતો'

‘કચરા-પોતા કરતો, ચા બનાવતો હતો'

મોદીએ જણાવ્યુ કે જ્યારે ગુજરાત પાછો આવ્યો તો અમદાવાદના મણિનગરમાં ડૉ. હેડગેવાર ભવનમાં રહેવા લાગ્યો. હું ત્યાં સફાઈ કરતો હતો. સવારે 5 વાગે ઉઠીને કચરા પોતા કરવાનું મારુ કામ હતુ. 5.20 સુધી બધાને ચા આપી દેતો હતો. ત્યારબાદ હું શાખા જતો રહેતો હતો અને પાછો આવીને નાશ્તો બનાવતો. પૌઆ અને ખિચડી બનાવવાનું મને આજે પણ ગમે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X