કામનો હિસાબ નહી આપતા પોતાના મંત્રીઓ પર વરસ્યા મોદી

સૂત્રો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તમામ મંત્રીઓને સવાલ જવાબ કર્યો છે જેમણે 100 દિવસ પૂરા કરવા પર પોતાનો હિસાબ મીડિયામાં નથી આપ્યો.
સૂત્રો અનુસાર આ મંત્રીઓમાં ડો. હર્ષવર્ધન, ધર્મેન્દ્ર પ્રધાન, સંતોષ ગંગવાર, હરસિમરત કૌર બાદલ, મેનકા ગાંધી, નઝમા હેપતુલ્લા, રાધામોહન સિંહ, રાવ ઇન્દ્રજીત સિંહ, શ્રીપદ નાઇક, ઉમા ભારતી, વીકે સિંહ, અનંત ગીતે, અનંત કુમાર, જુઅલ ઉરાંવ અને સર્વાનંદ સોનવાલનો સમાવેશ થાય છે. આ મંત્રીઓના નિયમ હેઠળ પ્રેસ કોન્ફ્રેંસ કરીને પોતાના 100 દિવસના કામકાજની સિદ્ધિઓનો હિસાબ રજૂ કરવાનો હતો.
આ પહેલા વડાપ્રધાન મોદીએ ગુરુવારે કેબિનેટની બેઠકમાં પણ પોતાના એક નજીકના મંત્રીને ખરી-ખોટી સંભળાવી હતી. મોદી એ વાતથી નારાજ હતા કે મંત્રીએ પોતાના મંત્રાલયને કવર કરનારા કેટલાંક પત્રકારોને ગિફ્ટ આપ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે કેબિનેટ બેઠક દરમિયાન મોદીએ સૌની સામે નારાજગી વ્યક્ત કરતા બાકી મંત્રીઓને પણ સખત સૂચના આપી દીધી હતી કે કોઇ પણ પ્રકારની ગિફ્ટ વહેંચવાથી બચે.
અત્રે નોંધનીય છે કે ગૃહમંત્રી રાજનાથ સિંહ, રક્ષા અને નાણા મંત્રી અરૂણ જેટલી, માનવ સંસાધન અને વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાણી પ્રેસ કોન્ફ્રેંસ કરીને પોત-પોતાના મંત્રાલય દ્વારા 100 દિવસમાં કરવામાં આવેલા કામકાજનો રિપોર્ટ રજૂ કરી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
