For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલકત્તાઃ પીએમ મોદી આજે દૂર્ગા પૂજામાં થશે શામેલ, લગાવ્યા 78 હજાર ટીવી સ્ક્રીન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કોલકત્તામાં આજે દૂર્ગા પૂજા પંડાલોનુ ઉદ્ઘાટન કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારી વચ્ચે પશ્ચિમ બંગાળમાં આજથી પાંચ દિવસીય દૂર્ગા પૂજા સમારંભ શરૂ થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ પ્રસંગે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કોલકત્તામાં આજે દૂર્ગા પૂજા પંડાલોનુ ઉદ્ઘાટન કરશે. પીએમ મોદીના કાર્યક્રમ માટે રાજ્ય ભાજપે ખાસ વ્યવસ્થા કરી છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનને લાઈવ બતાવવા માટે ભાજપે આખા પશ્ચિમ બંગાળાં દરેક ચૂંટણી બુથ પર ટીવી સ્ક્રીન લગાવ્યા છે. ભાજપ નેતાઓના જણાવ્યા મુજબ પશ્ચિમ બંગાળમાં કુલ 78 હજાર પોલિંગ બુથ છે અને દરેક બુથ પર ટીવી સ્ક્રીન લગાવવામાં આવી છે.

pm modi

દૂર્ગા પૂજામાં શામેલ થતા પહેલા પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને કહ્યુ, 'દૂર્ગા પૂજા એક પવિત્ર પ્રસંગ છે, જે બુરાઈ પર સારાઈની જીતના તહેવાર તરીકે મનાવવામાં આવે છે. આપણે મા દૂર્ગાને પ્રાર્થના કરીએ છે કે તે આપણને શક્તિ, સુખ અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ આપે. પશ્ચિમ બંગાળના ભાઈઓ અને બહેનો, મા દૂર્ગા પૂજાના મહાશષ્ઠીના શુભ અવસરે હું વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા આ પવિત્ર તહેવારમાં શામેલ થઈશ અને બધાને પોતાની શુભકામનાઓ આપીશ.'

નક્કી કાર્યક્રમ મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કોલકત્તાના સૉલ્ટ લેકમાં બનેલ દૂર્ગા પૂજા પંડાલનુ ઉદ્ઘાટન કરશે. બે કલાક સુધી ચાલનાર આ સમારંભમાં અમુક સાંસ્કૃતિક કાર્યક્મ પણ થશે જેમાં બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની પત્ની ડોના ગાંગુલી પણ પરફોર્મ કરશે. ત્યારબાદ પીએમ મોદી પશ્ચિમ બંગાળના લોકો માટે પોતાનુ સંબોધન જારી કરશે.

56 વર્ષના થયા અમિત શાહ, PM મોદીએ ખાસ અંદાજમાં આપી શુભકામના56 વર્ષના થયા અમિત શાહ, PM મોદીએ ખાસ અંદાજમાં આપી શુભકામના

English summary
PM Narendra Modi will do Durga Puja Pandal in Kolkata. State BJP installed 78 thousand tv screen.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X