પીએમ નરેન્દ્ર મોદીના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ, જાણો કેમ?
પહેલા ચરણનું મતદાન પુરૂ થયા બાદ બીજા ચરણના મતદાન પહેલા તમામ મોટા નેતાઓએ ઝારખંડમાં ડેરો જમાવ્યો છે. આ ક્રમમાં નરેન્દ્ર મોદી પણ ઝારખંડ પહોંચ્યા હતા.
પીએમ નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં સભા સબોધી હતી. સભા સંબોધીને પરત ફરી રહેલા નરેન્દ્ર મોદીના વિમાનમાં ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.

નિર્ધારિત કાર્યક્રમ મુજબ નરેન્દ્ર મોદી શુક્રવારે ઝારખંડના પ્રવાસે હતા. ચૂંટણી રેલી બાદ જ્યારે દિલ્હી પરત જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમનું વિમાન ખરાબ થઈ ગયું.
આ સ્થિતિમાં દેવઘર એરપોર્ટ પર જ પ્લેનને રોકવાની ફરજ પડી હતી. સમસ્યા દૂર થયા બાદ પીએમનું વિમાન ફરી દિલ્હી માટે રવાના કરાયુ.
પીએમ મોદી ભાજપની ચૂંટણી રેલીમાં પહોંચ્યા હતા અને અહીં તેમણે ભારતની સ્વતંત્રતા ચળવળમાં આદિવાસી સમુદાયોના યોગદાનને માન્યતા ન આપવા બદલ અગાઉની કોંગ્રેસ સરકારની નીતિઓની ટીકા કરી. પીએમ મોદીએ વંશવાદની રાજનીતિને પ્રોત્સાહન આપવા માટે રાજકીય પક્ષોની ટીકા કરી.
કોઈ પાર્ટીનું નામ લીધા વિના પીએમ મોદીએ કહ્યું કે તમામ શ્રેય માત્ર એક પક્ષ અને એક પરિવારને આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પીએ મોદીએ પૂછ્યું કે જો એક પરિવારના કારણે દેશને આઝાદી મળી છે તો બિરસા મુંડાએ ઉલગુલાન આંદોલન શા માટે શરૂ કર્યું?












Click it and Unblock the Notifications
