વડાપ્રધાનના નામમાં તો 'સિંહ' પરંતુ કામ 'શિયાળ' જેવા: સિંઘલ

વિશ્વ હિન્દુ પરિષદના સંરક્ષક અશોક સિંઘલે વડાપ્રધાન પર સખત ટિપ્પણી કરતાં કહ્યું હતું કે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતે તેના પર હુમલો કરવો જોઇએ. વડાપ્રધાન મનમોહન સિંહ કાયરતા ન બતાવે, તે નામની સાથે 'સિંહ' લગાવે છે પરંતુ કામ શિયાળ જેવા કરે છે.
અશોક સિંઘલે પાકિસ્તાન, ચીન સહિત રામમંદિર, ગાય-ગંગા અને હિન્દુઓના દમન જેવા મુદ્દાઓ પર જોશીલા અંદાજમાં પોતાની વાત કરી હતી. તેમને આરોપ લગાવ્યો હતો કે આ કાયરોની સરકાર છે. ચીની સૈનિક આપણી સીમા ઘૂસ્યા પરંતુ સરકારનું સ્વાભિમાન ન જાગ્યું. અશોક સિંઘલે કહ્યું હતું કે રામમંદિર માટે સંસદમાં કાયદો બનાવે, આ મુદ્દો ફરીથી ગરમાવ્યો છે. રામલલા તંબૂની નીચે બેસે તે અમને મંજૂર નથી. અશોક સિંઘલે સરકારના ઢીલા વલણ પર સવાલ ઉભા કર્યા છે. તેમને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચારમાં ડૂબી ગઇ છે. તેની દેશની ચિંતા નથી. તે ફક્ત પોતાના મંત્રીઓને બચાવવામાં લાગેલી છે.












Click it and Unblock the Notifications
