PM, સોનિયાએ સંસદમાં અવરોધ દૂર કરવા અંગે ચર્ચા કરી

આ અંગે કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કમલનાથે પત્રકારોને જણાવ્યું કે "યુપીએ અધ્યક્ષ અને વડાપ્રધાને યુપીએના ઘટકપક્ષો સાથે આ બેઠક યોજી હતી. આ બેઠકમાં સંસદની કાર્યવાહી આગળ ચાલી નહીં શકતી હોવાથી અને વિપક્ષ દ્વારા કેટલીક અયોગ્ય માંગણીઓ કરવામાં આવે છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી."
તેમણે આગળ જણાવ્યું કે બેઠકમાં સંસદના સરળ સંચાલનમાં આવનારા અવરોધોને દૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે ભાજપનું કહેવું છે કે તે ત્યાં સુધી સંસદની કાર્યવાહી આગળ નહીં ચાલવા દે જ્યાં સુધી વડાપ્રધાન રાજીનામુ નહીં આપે. કોલસા ફાળવણી કૌભાંડ અને 2જી સ્પેક્ટ્રમ ફાળવણીમાં અનિયમિતતા રાખવાના મામલે વડાપ્રધાન કાર્યલય કથિત રીતે સંલગ્ન હોવાનું બહાર આવ્યા બાદ ભાજપે વડાપ્રધાનના રાજીનામાની માંગણી કરી છે.












Click it and Unblock the Notifications
