For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીનગરમાં પીએમ, સોનિયા ઘાયલ લશ્કર જવાનોને મળ્યા

|
Google Oneindia Gujarati News

manmohan-sonia
શ્રીનગર, 25 જૂન : વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી આજે શ્રીનગરની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની આ મુલાકાતની પૂર્વ સંધ્યાએ એટલે કે સોમવાર 24મી જૂને શ્રીનગરમાં લશ્કરના જવાનો પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 8 જવાનો મૃત્યુ પામ્યા હતા.

આ હુમલાને પગલે સ્થિતિ અસુરક્ષિત હોવા છતાં પીએમ અને સોનિયા ગાંધી આજે શ્રીનગર પહોંચ્યા હતા અને આતંકવાદી હુમલામાં ઈજા પામેલા જવાનોને હોસ્પિટલમાં જઈને મળ્યા હતા. ગઇકાલની ઘટનાને પગલે ઘાટીમાં સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. ત્યાર બાદ શ્રીનગરમાં એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાને દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું કે આંતકવાદીઓ તેમના બદઈરાદામાં સફળ નહીં થઈ શકે.

તેમણે વધુમાં જણાવ્યું કે સમગ્ર દેશ એક સાથે મળીને આતંકવાદનો સામનો કરી રહ્યો છે. અમે આતંકવાદીઓને તેમના બદઈરાદા પાર પડવા નહીં દઈએ. આ સાથે તેમણે જમ્મુ કાશ્મીરમાં લોકોને મતદાન પ્રક્રિયામાં જોડાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યની ચૂંટણીમાં રાજ્યના લોકોની ઇચ્છાની જ જીત થશે. તેમણે રાજ્યના સારા ભવિષ્ય માટે યુવાનોને મતદાન પ્રક્રિયાથી અળગા ન રહેવા જણાવ્યું હતું.

English summary
PM, Sonia Gandhi met the injured army jawans in Srinagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X