PMNAM 2023 : 200 જિલ્લામાં પીએમ નેશનલ એપ્રેન્ટિસ મેળા યોજાયા, લાખો ઉમેદવારોને મળશે નોકરીની તક
National Apprenticeship Mela : એપ્રેન્ટીસશીપ મેળામાં, વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતી કંપનીઓ સ્થળ પર જ લાયકાત ધરાવતા કર્મચારીઓ અને એપ્રેન્ટીસની ભરતી કરશે.
PMNAM 2023 : ફ્રેશર યવાનોને રોજગાર આપવા માટે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ મેળો (Pradhan Mantri National Apprenticeship Mela) સોમવાર એટલે કે, 13 ફેબ્રુઆરીના રોજ દેશભરમાં 200થી વધુ જિલ્લાઓમાં આયોજીત કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્કિલ ઇન્ડિયા મિશનના વિઝન હેઠળ કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલમ મંત્રાલય (MSDE) દ્વારા PMNAM 2023નું આયોજન કરવામાં આવે છે. એપ્રેન્ટિસશીપના માધ્યમથી સ્થાનિક યુવાનોની કારકિર્દીની શરૂઆત સારી રીતે કરવાની તક આપવામાં આવે છે.

National Apprenticeship Mela : કંપનીઓ સ્થળ પર જ કરશે ભરતી
વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતી કંપનીઓ એપ્રેન્ટિસશીપ મેળામાં સ્થળ પર જ લાયકાત ધરાવતા કર્મચારીઓ અને એપ્રેન્ટિસની ભરતી કરશે. આનાથી અરજદારોને નવા કૌશલ્યો શીખવાની અને તેમની આજીવિકાને મજબૂત કરવાની તક મળશે.
વડાપ્રધાનના રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ મેળામાં ભાગ લેવા માટે, ઉમેદવારો મેળામાં નોંધણી કરાવવા અને તેમનું નજીકનું સ્થાન શોધવા માટે apprenticeshipindia.gov.in ની મુલાકાત લઈ શકે છે.

National Apprenticeship Mela : આ દસ્તાવેજોની જરૂર પડશે
જે ઉમેદવારો 5 થી 12 પાસ છે અથવા કૌશલ્ય તાલીમ પ્રમાણપત્ર અથવા ITI પ્રમાણપત્ર ધારક અથવા ડિપ્લોમા ધારક અથવા સ્નાતક છે, તેઓ આ એપ્રેન્ટિસશિપ મેળામાં અરજી કરી શકે છે.
ઉમેદવારોએ તેમના બાયોડેટાની ત્રણ નકલો, તમામ માર્કશીટ અને પ્રમાણપત્રોની ત્રણ નકલો, ફોટો ઓળખનો પુરાવો (આધાર કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે) અને ત્રણ પાસપોર્ટ સાઇઝના ફોટા સંબંધિત સ્થળોએ સાથે રાખવાના રહેશે. સ્થાનો એપ્રેન્ટિસશીપ મેળા પોર્ટલ dgt.gov.in/appmela2022/ પર પણ ઉપલબ્ધ છે.
જેમણે પહેલેથી જ નોંધણી કરાવી છે, તેઓને તમામ સંબંધિત દસ્તાવેજો સાથે સ્થળ પર પહોંચવા વિનંતી કરવામાં આવે છે.

National Apprenticeship Mela : 47 લાખ યુવાનોને સ્ટાઈપેન્ડની જાહેરાત
કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના સચિવ અતુલ કુમાર તિવારીએ જણાવ્યું હતું કે, આ મેળા દ્વારા ઉમેદવારો નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ (NCVET) દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્રો પણ મેળવશે, જે તાલીમ સત્રો બાદ તેમના રોજગાર દરમાં સુધારો કરશે.
રાષ્ટ્રીય એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ હેઠળ ત્રણ વર્ષમાં 47 લાખ યુવાનોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સહિત કેન્દ્રીય બજેટ 2023માં મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે. એપ્રેન્ટિસશીપ મેળામાં પસંદ કરાયેલી વ્યક્તિઓને નવા કૌશલ્યો પ્રાપ્ત કરવા માટે સરકારી ધારાધોરણો મુજબ માસિક સ્ટાઈપેન્ડ પણ મળે છે.












Click it and Unblock the Notifications
