Tunisha Sharma Death Case: વાલીવ પોલીસે મોટી કાર્યવાહી કરી, કો-સ્ટાર શીજાન ખાનની કરી ધરપકડ
તુનિશા શર્માએ પોતાના ટીવી શોના સેટ પર આત્મ હત્યા કરી લીધી હતી. તેની પાછળ કોઇ કારણ જોઇ શકાયા નથી. આત્મ હત્યા માટે તુનિશાના કો-સ્ટાર શીજાનની આત્મ હત્યા કરવાની પ્રેરણા આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
મુંબઇમાં ટીવી અભિનેત્રી તુનિષા શર્માએ શનિવારે શુટિંગ દરમિયાન સેટ પર ફાંસી ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. અભિને્ત્રીની આત્મહત્યા બાદથી તેના કો-સ્ટાર શીજાન ખાન પર આત્મ હત્યા કરવા માટે જવાદરા માનવામાં આવતો હતો. આ મામલે વાલીવ પોલીસે મોટી કાર્યવાહીના ભાગ રૂપે અભિનેત્રી તુનિષા શર્માના કો-સ્ટાર શીજાન ખાનની આત્મહત્યામાં દુષ્પ્રેરણા આપવા મામલો કેસ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે. શીજાન ખાન સામે પોલીસે આઇપીસીની કલમ 306 મુજબ મામલે કેસ દાખલ કર્યો છે તેને આજે કોર્ટમાં રજુ કરવામાં આવશે.

આત્મ હત્યાના સાચા કારણની જાણ હજી સુથી નથી થઇ
અભિનેત્રી તુનિષા શર્મા્એ આત્મ હત્યા કેમ કરી તેનું સાચુ કારણ હાલમાં કોઇજ નથી જાણતુ. આ મામલે તપાસ ચાલી રહી છે. તુનિષાએ કટરીના કૈફની ફિલ્મ ફિતુરમાં તેના બાળપણનો રોલ પ્લે કર્યો હતો. આ સિવાય બાર બાર દેખો.. કહાની 2 દબંગ-3 સહિતની ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.












Click it and Unblock the Notifications
