જમ્મુ-કાશ્મીરઃ અલગાવવાદી નેતા યાસીન મલિકની ધરપકડ
જમ્મુ-કાશ્મીરઃ અલગાવવાદી નેતા યાસીન મલિકની ધરપકડ
નવી દિલ્હીઃ પુલવામામાં 14મી ફેબ્રુઆરીએ થયેલ આતંકી હુમલા બાદ સરકાર પણ એક્શનમાં છે. અલગાવવાદીઓ પર વ્યાપક કાર્યવાહીના સંકેતો વચ્ચે જેકેએલએફ પ્રમુખ યાસીન મલિકની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ અને અર્ધસૈનિક બળને હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યા છે, પરંતુ અન્ય કોઈ નેતાની ધરપકડ થઈ હોવાની કોઈ પુષ્ટિ નથી થઈ. થોડા દિવસો પહેલા જ અલગાવવાદી નેતાઓની સુરક્ષા પરત લેવાનો ફેસલો પણ કરવામાં આવ્યો હતો.

યાસીન મલિકને માયસૂમા સ્થિત આવાસથી પકડવામાં આવ્યો છે જ્યાંથી પોલીસ તેને કોઠીબાગ પોલીસ સ્ટેશને લઈ ગઈ છે. જણાવી દઈએ કે અનુચ્છેદ 35-એ પર 26મી ફેબ્રુઆરીએ સુનાવણી થશે, એવામાં માનવામાં આવી રહ્યું છે કે એહતિયાન યાસીન મલિકની ધરપકડ કરી લેવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરમાં અર્ધસૈનિક બળોની 100 કંપનીઓ મોકલવામાં આવી છે જેમાં સીઆરપીએફની 35 કંપની, બીએસએફની 35 કંપની, એમએસબીની 10 કંપની અને આઈટીબીપીની 10 કંપની સામેલ છે.
પુલવામા હુમલા બાદ સરકારે અલગાવવાદી નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરતા સુરક્ષા પરત લેવાનો ફેસલો કર્યો હતો. યાસીન મલિક અને સૈયદ અલી શાહ ગિલાની જેવા નેતાઓની સુરક્ષા પરત લેવાનો ફેસલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અગા સૈયદ મૌસવી, મૌલવી અબ્બાસ અંસારી, સલીમ ગિલાની, શાહિદ ઈસ્લામ, ઝફર અકબર ભટ્ટ, નઈમ અહમદ ખાન, ખારુખ અહમદ કિચલૂ, મસરૂર અબ્બાસ અંસારી, આગા સૈયદ અબ્દુલ હુસૈન, અબ્દુલ ગની શાહ, મોહમ્મદ મુસાદિક ભટ અને મુખ્તાર અહમદ વજાની સુરક્ષા પણ પરત લેવામાં આવી છે.
પુલવામા હુમલા બાદ અલગાવવાદી નેતાઓની સુરક્ષા પરત લેવાની માંગ ઉઠી રહી હતી, બીજી બાજુ 35એ અને કલમ 370ને લઈને પણ વિવાદ તેજ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલ આતંકી હુમલામાં 40 જવાન શહીદ થઈ ગયા હતા જ્યારે કેટલાય અન્ય જવાન આ ફિયાદીન હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ પણ વાંચો- અનિલ અંબાણી પર જેલ જવાનું જોખમ વધ્યુ, આ રીતે દેવુ ચૂકવવાનો પ્લાન












Click it and Unblock the Notifications
