For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુક પર ગર્લફ્રેન્ડ બનાવવુ પોલિસ કૉન્સ્ટેબલને પડ્યુ ભારે, ડેટ પર એને જોઈ હોશ ઉડ્યા

મધ્ય પ્રદેશથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જેને સાંભળીને તમે પણ પોતાનુ હસવુ રોકી નહિ શકો.

|
Google Oneindia Gujarati News

ઈન્દોરઃ મધ્ય પ્રદેશથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જેને સાંભળીને તમે પણ પોતાનુ હસવુ રોકી નહિ શકો. સાથે જ કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી પ્રેમ કરતા પહેલા અનેક વાર વિચારશો. હા, આવો જ એક કિસ્સો ઈન્દોર જિલ્લાથી સામે આવ્યો છે. જ્યાં એક ઈશ્ક મિજાજ કૉન્સ્ટેબલને ફેસબુકવાળી ગર્લફ્રેન્ડ સાથે ઈશ્ક લડાવવાનુ જરા મોંઘુ પડી ગયુ. બંને વચ્ચે પ્રેમ પરવાન ચડતા પહેલા જ તેમના ઘરમાં ભૂકંપ આવી ગયો.

શું છે સમગ્ર કેસ

શું છે સમગ્ર કેસ

વાસ્તવમાં સત્યમ નામનો એક વ્યક્તિ ઈંદોર પોલિસમાં કૉન્સ્ટેબલ છે અને સ્પેશિયલ સેલમાં તૈનાત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સત્યમના લગ્ન 2019માં થયા હતા. લગ્નના અમુક સમય બાદ જ સત્યમ પોતાની પત્નીને દહેજ માટે ત્રાસ આપવા લાગ્યો. આ વિશે સત્યમની પત્નીએ પહેલા ઈંદોર પોલિસના અધિકારીઓને ફરિયાદ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહિ. ત્યારબાદ સત્યમની પત્ની સુખાલિયા સ્થિત પિયરમાં જતી રહી. ત્યાં ગયા બાદ સત્યમે તેની સાથે વાતચીત બંધ કરી દીધી.

FB પર કરતો હતો શારીરિક સંંબંધ બનાવવાની વાત

FB પર કરતો હતો શારીરિક સંંબંધ બનાવવાની વાત

થોડા સમય બાદ સત્યમની પત્નીએ ફેસબુક પર બીજા નામથી એક પ્રોફાઈલ બનાવી અને તે પ્રોફાઈલથી સત્યમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી દીધી. સત્યમે આનો સ્વીકાર કરી લીધો. પછી બંનેમાં વાતચીત શરૂ થઈ ગઈ. ગર્લફ્રેન્ડ બનેલી સત્યમની પત્નીએ તેને મળવા માટે બોલાવ્યો. પોલિસને ફરિયાદમાં સત્યમની પત્નીએ જણાવ્યુ કે તે ફેસબુક ચેટમાં પ્રેમ અને શારીરિક સંબંધ બનાવવાની વાત કરવા લાગ્યો. સાથે જ મળવા માટે પણ દબાણ કરવા લાગ્યો. સત્યમની પત્નીએ રુહી બનીને તેની સાથે ફેસબુક પર દોસ્તી કરી હતી.

પત્નીએ પોલિસ અધિકારીઓને કરી ફરિયાદ

પત્નીએ પોલિસ અધિકારીઓને કરી ફરિયાદ

સત્યમની જિદ પર ગર્લફ્રેન્ડ બનેલી તેની પત્ની તેને મળવ પહોંચી. ડેટ પર પહોંચ્યા બાદ કૉન્સ્ટેબલે જ્યારે પત્નીને જોઈ ત્યારે તેના હોશ ઉડી ગયા. જ્યારે તેને ખબર પડી કે ફેસબુકવાળી રુહી કોઈ બીજુ નહિ તેની પત્ની જ છે તો તે પાણી પાણી થઈ ગયો. હવે કૉન્સ્ટેબલ સત્યમની પત્નીએ ઈંદોર પોલિસના વરિષ્ઠ અધિકારીઓને પતિની ફરિયાદ કરી છે. આ સાથે જ ચેટના સ્ક્રીનશૉટ પણ મોકલ્યા છે. વળી, આ કેસ અધિકારીઓની જાણમાં આવ્યા બાદ ઈંદોરના ડીઆઈજીએ સમગ્ર કેસની તપાસના આદેશ આપ્યા છે. સાથે જ કૉન્સ્ટેબલ પર વિભાગીય કાર્યવાહી પણ કરવામાં આવશે. વળી, મહિલા પોલિસ સત્યમની પત્નીની ફરિયાદ પર તપાસ કરશે.

ગોડાઉનમાં રાખેલા 150 ઓક્સિજન સિલિન્ડર અચાનક ફાટ્યા, એક યુવકનુ મોત, 5 ઘાયલગોડાઉનમાં રાખેલા 150 ઓક્સિજન સિલિન્ડર અચાનક ફાટ્યા, એક યુવકનુ મોત, 5 ઘાયલ

English summary
Police constable went to meet fb girlfriend, what happened then read interesting story.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X